

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી દીધા હતા. તેમણે આરોગ્યનું કારણ આપીને રાજીનામું આપેલું. જે જગદીપ ધનખડ સામે વિપક્ષનું ગળું ઘોંટવાનું આરોપ લાગતો હતો અને જે વિપક્ષ એક સમયે ધનખડને હટાવવા માંગતા હતા તેઓ હવે ધનખડના ગુણગાન ગાઇ રહ્યા છે.

NDTVના એક અહેવાલમાં સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે જગદીપ ધનખડની વિદાય માટે એક ડીનર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને તેમાં ધનખડને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે ધનખડ આ ડીનર પાર્ટીમાં સામેલ થાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ કોંગ્રેસ પોલિટિક્સ કરીને મજા લઇ રહી છે.
