

દેશમાં વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી રહ્યા છે તેનો આંકડો ચિંતાજનક વધ રહ્યો છે. સ્કુલો, કોલેજો અને કોંચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં ખોટું પગલું ભરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપ્યું છે અને સમ્રગ દેશ માટે લાઇડલાઇન જારી કરી છે.

સુપ્રીમ કોર્ટ કહ્યું છે, દેશની તમામ શૈક્ષણિક સંસ્થાએ વિદ્યાર્થીઓના આરોગ્ય માટે સમાન પોલીસી લાગૂ કરવાની રહેશે. કેન્દ્ર સરકારના UMMEED કાર્યક્રમને યોગ્ય રીતે લાગુ કરવો પડશે. 100 કે તેથી વધારે વિદ્યાર્થી ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓમાં એક માન્ય કાઉન્સીલર, સાયકોલોજિસ્ટ કે સોશિયલ વર્કરની ભરતી કરવાની રહેશે. ઉંચી ઇમારતો પર રૂફટોપ લગાવવું પડશે અને બાલ્કનીમાં ટેમ્પર પ્રુફ સીલીંગ લગાવવું પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દરેક શૈક્ષણિક સંસ્થાએ 2 મહિનાની અંદર આ ગાઇડલાઇન્સ લાગૂ કરી દેવાની છે.
