fbpx

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

Spread the love
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, સુરતના ટીમ ભવાની, સુરત દ્વારા આયોજિત દ. ગુજરાતના જ્ઞાતિજનોનો બળેવ સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક સુપેરે સંપન્ન થયો. કાર્યક્રમમાં કુળદેવી તુલજાભવાની માતાજીની આરતી, હનુમાન ચાલીસાનો પાઠ, મંચસ્થ અતિથિ જ્ઞાતિવ્યવસ્થાપક સમિતિ, તળાજાનું પુષ્પગુચ્છથી સ્વાગત તથા ઈનામ વિતરણના દાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

વ્યવસ્થાપક સમિતિ, તળાજા તરફથી ઉપપ્રમુખ  કૌશિક ભટ્ટ તથા પ્રમુખ હિતેશ ભટ્ટ દ્વારા સુવર્ણ કળશ યોજના, સંગઠન અને એકતા તથા દરેક ક્ષેત્રે અનુભવી જ્ઞાતિબંધુઓ આગળ આવીને કમિટીને સહકાર આપવાનો સંદેશ અપાયો. ઈનામ વિતરણ બાદ હાજર જ્ઞાતિજનો દ્વારા સૂચનો, રજૂઆતો થઈ અને ત્યારબાદ સૌએ એક સૂરમાં રાષ્ટ્રગાન કરીને સ્વરૂચિ ભોજનનો આનંદ લીધો હતો. 

error: Content is protected !!