fbpx

રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

Spread the love
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે છેલ્લાં ઘણા સમયથી ભાષા વિવાદથી મરાઠા સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં પોલીસ અને ઉદ્યોગકારો સાથે મળીને પરપ્રાંતીય સમાજના લોકોને મદદ કરવાનું સરાહનીય કામ કરી રહ્યા છે.

 ઉદ્યોગ ભારતી વિદ્યાલય, પાંડેસરા કેળવણી મંડળના ઉપપ્રમુખ જિતુભાઇ વખારીયાએ કહ્યું કે, અમારી સંસ્થા અને પાંડેસરા પોલીસ સાથે મળીને ડે કેર સેન્ટર ચલાવીએ છીએ. પાંડેસરામાં લગભગ 8.50 લખ પરપ્રાંતિયો વસે છે. માતા-પિતા બંને જોબ કરતા હોય ત્યારે બાળક ઘરે એકલું પડી જાય છે જેને કારણે અપહરણ જેવી ઘટના બનતી હોય છે. અમારી સંસ્થા આવા બાળકોને શાળામાં ભણાવે, ભોજન આપે અને તેમની કાળજી પણ લે. બધો ખર્ચ અમારી સંસ્થા ભોગવે અને પાંડેસરા પોલીસ બાળકોની સંભાળ રાખે. 100 જેટલા બાળકો ડે કેર સેન્ટરનો લાભ લે છે.

error: Content is protected !!