fbpx

પુત્ર અભિમન્યુ ઈશ્વરનની સતત અવગણનાથી તૂટ્યું પિતાનું દિલ, બોલ્યા- ‘ડેબ્યૂ માટે દિવસ નહીં..’

Spread the love

પુત્ર અભિમન્યુ ઈશ્વરનની સતત અવગણનાથી તૂટ્યું પિતાનું દિલ, બોલ્યા- ‘ડેબ્યૂ માટે દિવસ નહીં..’

બીજો પ્રવાસ લગભગ પૂરો થઈ ગયો છે, પરંતુ અભિમન્યુ ઈશ્વરનનું ટેસ્ટ ડેબ્યૂનું સપનું સાકાર થઈ શક્યું નથી. ઓસ્ટ્રેલિયા બાદ, ઇંગ્લેન્ડમાં પણ અભિમન્યુ પાણી પીવાડીને જ દેશ પાછો ફરશે. ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હોવા છતા અભિમન્યુ છેલ્લા 3 વર્ષથી પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. તે દરેક વિદેશી પ્રવાસ પર ટીમ સાથે જાય છે અને રમ્યા વિના જ પાછો ફરે છે. 15થી વધુ ખેલાડીઓ અભિમન્યુ સામે ડેબ્યૂ કરી ચૂક્યા છે, પરંતુ તેનો ઇંતજાર ખતમ થતો નથી. પુત્રની સતત અવગણનાથી પિતાનું દિલ પણ તૂટી ગયું છે. અભિમન્યુના પિતાનું કહેવું છે કે તે પોતાના પુત્રના ટેસ્ટ ડેબ્યૂ માટે દિવસો નહીં, પણ વર્ષ ગણી રહ્યા છે.

Abhimanyu-Easwaran1

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અભિમન્યુ ઈશ્વરનના પિતાએ કહ્યું કે, ‘હું અભિમન્યુના ટેસ્ટ ડેબ્યૂ માટે દિવસો નહીં, પરંતુ વર્ષ ગણી રહ્યો છું. અત્યાર સુધી 3 વર્ષ થઈ ચૂક્યા છે. એક ખેલાડીની જોબ શું હોય છે? એ જ ને કે તેણે રન બનાવવાના હોય છે, ખરું ને? અભિમન્યુએ આ કામ કરીને પણ બતાવ્યું છે. લોકો કહે છે કે ઇન્ડિયા-A માટે રમતા તેણે ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું નહોતું અને આ કારણે તેને ટીમમાં જગ્યા મળી નથી. ચાલો હું તેને યોગ્ય માનું છું. જોકે, કરુણ નાયર ટીમમાં પણ નહોતો, જ્યારે  અભિમન્યુએ બોર્ડર-ગાવસ્કર સીરિઝ અગાઉ રન બનાવ્યા હતા. દુલીપ ટ્રોફી અને ઈરાની કપ માટે કરુણનું સિલેક્શન પણ થયું નહોતું.

Abhimanyu-Easwaran2

તેમણે વધુમાં કહ્યું કે, ‘અભિમન્યુએ ગયા વર્ષથી લઈને અત્યાર સુધી લગભગ 864 રન બનાવ્યા છે. એવામાં, તમે કેવી રીતે તુલના કરશો? મને સમજાતું નથી. તેમણે  કરુણ નાયરને તક આપી. એ ઠીક છે, કારણ કે તેણે 800થી વધુ રન બનાવ્યા છે. તેણે વધુ રન બનાવ્યા હતા. સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ દર્શાવ્યો. મારો દીકરો થોડો ડિપ્રેશનમાં નજરે પડે છે, પરંતુ આવું તો થવાનું જ હતું. કેટલાક ખેલાડીઓ તેમના IPL પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી લે છે. IPL પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં પસંદગી ન થવી જોઈએ. રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી અને દુલીપ ટ્રોફીના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ટેસ્ટ ટીમમાં પસંદગી થવી જોઈએ.’

error: Content is protected !!