

ટાઇડ ડિટરજન્ટ અને હેડ એન્ડ શોલ્ડર જેવા ઉત્પાદનો માટે જાણીતી અમેરિકાની કંપની પ્રોકટર એન્ડ ગેમ્બલે મૂળ ભારતીય શૈલેષ જેજુરીકરને કંપનીના CEO તરીકે જાહેર કર્યા છે. શૈલેષ કંપનીમાં આ જવાબદારી 1 જાન્યુઆરી 2026થી સંભાળશે. અત્યારે શૈલેષ કંપનીમાં COOના પદ પર છે.

અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીમાં જે મુળ ભારતીયો ઉચ્ચ હોદ્દા પર છે તેમાં હવે શૈલેષનું નામ ઉમેરાઇ ગયું છે. સુંદર પિચાઇ, સત્ય નડેલા, અરવિંદ કૃશ્ણા શાંતનું નારાયણ, નીલ મોહન અને સાબિહ ખાન મુળ ભારતના છે અને અમેરિકામાં ઉચ્ચ પદ પર છે.
શૈલેષનો જન્મ મુંબઇમાં થયો હતો અને 36 વર્ષથી પ્રોકટર એન્ડ ગેમ્બલ સાથે જોડાયેલા છે. તેમણે સ્કુલીંગ હૈદ્રાબાદથી કર્યું અને કોલેજ મુંબઇથી કરી એ પછી લખનૌમાં IIMથી MBA કર્યું

