

10 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનનનો મુખ્ય ચહેરો બનેલા અને આંદોલનને કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રીની ગાદી ગુમાવવી પડેલી એવા હાર્દિક પટેલની ભાજપમાં ગયા પછી હાલત ખરાબ થઇ ગઇ છે. ભાજપના કોર્પોરેટરો કે વિરમગામ નગર પાલિકા પણ હાર્દિક પટેલને ભાવ નથી આપતી.


હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 1 ઓગસ્ટના દિવસે એક પત્ર લખ્યો છે કે વિરમગામમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીની સમસ્યાનું સરકાર કાયમી નિરાકરણ લાવે.

હાર્દિકે લખ્યું કે, નગરપાલિકા પ્રજાના યોગ્ય કામો કરતી નથી એટલે તમને પત્ર લખવો પડ્યો અને મારે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકો સાથે ઉભા રહેવું પડશે એટલે જો લોકો ઉપવાસ આંદોલન કરશે તો મારે પણ જોડાવવું પડશે. હાર્દિકે મુખ્યમંત્રીને ઉપવાસ આંદોલની આડકતરી ચિમકી આપી દીધી છે.
