fbpx

ભાવનગરના 1500 કરોડના પંપ એન્ડ ડંપ કૌભા*ડમાં હવે EDની પણ એન્ટ્રી

Spread the love

સેબીના ઇતિહાસમાં પકડાયેલા 1500 કરોડના સૌથી મોટું પંપ એન્ડ ડંપ કૌભાડમાં હવે EDની પણ એન્ટ્રી થઇ ગઇ છે. 1500 કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ હનીફ શેખના ભાવનગરમાં આવેલા ઘરે EDની ટીમે 2 દિવસ ધામા નાંખ્યા હતા અને જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

EDની ટીમ જ્યારે હનીફ શેખના ભાવનગરના ઘરે પહોંચી તો હનીફનું ઘર બંધ હતું. ટીમે સ્થાનિક પોલીસની મદદથી હનીફના સંબંધી પાસેથી ઘરની ચાવી મંગાવી અને પંચોની હાજરીમાં હનીફના ઘરની તપાસ શરૂ કરવામાં આવી હતી.

હનીફે 50થી 70 કંપનીઓના શેરમાં ભાવમાં હેરફેર કરીને ગેરકાયદે 1500 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તેવી વાત 2023ની સેબીની તપાસમાં સામે આવી હતી. સાથે એ વાત પણ સામે આવી હતી કે હનીફે કમાયેલા નાણા વિદેશ ટ્રાન્સફર કરી દીધા હતા એટલે હવે EDની પણ એન્ટ્રી થઇ ગઇ છે.

error: Content is protected !!