fbpx

અમદાવાદમાં લૂંટેરી દુલ્હને 4 યુવક સાથે લગ્ન કર્યા, લગ્ન પછી રોકડ-દાગીના લઈ ભાગી જતી

Spread the love
અમદાવાદમાં લૂંટેરી દુલ્હને 4 યુવક સાથે લગ્ન કર્યા, લગ્ન પછી રોકડ-દાગીના લઈ ભાગી જતી

તાજેતરમાં મહેસાણાના વિજાપુર તાલુકાના કુદેડી ગામે પોલીસ સ્ટેશનમાં એક વ્યકિતેએ ફરિયાદ નોંધાવી કે, એક મહિલા લગ્નના 4 દિવસ પછી બહાનું બતાવીને ફરાર થઇ ગઇ હતી અને 2.50 લાખ રૂપિયા સાથે લઇને ગઇ. આ વ્યક્તિએ લૂંટેરી દુલ્હન અને તેની ગેંગના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવાયું છે કે, કુદેડી ગામમાં ફરિયાદ નોંધાવ્યા પછી 4 અન્ય યુવકો સામે આવ્યા છે અને તેઓ પણ આ લૂંટેરી સોનિયાનો ભોગ બન્યા હતા. સોનિયા નામની એક મહિલા જુદા જુદા 4 લોકોને પરણીને ફરાર થઇ ગઇ છે. પોલીસના હાથમાં આ લૂંટેરી દુલ્હન આવી નથી, પરંતુ  તેની તસ્વીરો જારી કરવામાં આવી છે  જેથી બીજા લોકો આ લૂંટેરી દુલ્હનનો ભોગ ન બની શકે.

error: Content is protected !!