fbpx

પ્રાંતિજ ના મજરા મા ગાળો-બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ

Spread the love

પ્રાંતિજ ના મજરા મા ગાળો-બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ
– ગામનાજ બે ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે બે વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ખાતે નજીવી બાબતે પુછવા જતા મા-બહેન સામી ગાળો બોલી શરીરે ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


  પ્રાંતિજ ના મજરા ખાતે રહેતા કુંદનસિંહ સુરેશસિંહ ઉર્ફે દુરસિંહ મકવાણા દ્રારા ગામમાજ રહેતા અનીકેતસિંહ ની મામાની દિકરી નો નંબર માંગેલાનુ પુષ્પરાજસિંહ જગતસિંહ મકવાણા તથા અનીકેતસિંહ મકવાણા ને વાતો વાતથી જાણવા મળતા આ બાબતે કુંદનસિંહ સુરેશસિંહ ઉર્ફે દુરસિંહ મકવાણા ને પુછવા જતા એકદમ ઉશ્કેરાઈ જઈ પુષ્પરાજસિંહ મકવાણા તથા અનીકેતસિંહ મકવાણા ને મા-બહેન સામી ગાળો બોલી શરીરે ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એક બીજાની મદદગારી કરી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ભોગબનાર પુષ્પરાજ સિંહ જગતસિંહ મકવાણા રહે.પ્રકૃતિ રેસીડેન્સી ફેલટ , મજરા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે કુંદનસિંહ જગતસિંહ મકવાણા તથા કુંદનસિંહ સુરેશસિંહ ઉર્ફે દુરસિંહ મકવાણા બન્ને રહે. મજરા , તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૩૫૨,૩૫૧(૨),૧૧૫(૨),૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર ગફુલભાઇ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!