
પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર થી નમકીન ભરેલ ટ્રક પલ્ટી ખાઇ ગઇ
– ટ્રક પલ્ટી ખાતા યોગેશ્વર સોસાયટીના રોડ ઉપર જઇ પડી
– ટ્રક મા રહેલ નમકીન ના બોક્ષ રોડ ઉપર વેરવિખેર થતા
– ટ્રક ચાલક ને ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે લઈ જવામા આવ્યો
– પ્રાંતિજ પોલીસ ને જાણ થતા ધટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ
– ઓવરબ્રીજ ઉપર કામ ને લઈ ને ડાયવર્ઝન આપતા ટ્રક કે ગાડી ઓ પલ્ટી ખાઇ જાય છે
– રેલ્વે ઓવરબ્રીજ નુ મનથર ગતી ના કામ ને લઈ ને અવરનવર અકસ્માત સર્જાય છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રક મા ભરેલ નમકીન ના બોક્ષ યોગેશ્વર સોસાયટી ના રોડ ઉપર વેરવિખેર થઈ ઢગલો થયા તો ટ્રક ચાલક ને ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો









હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે -૪૮ પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે આવેલ રેલ્લે ઓવરબ્રીજ ઉપર બ્રીજ નુ કામ ચાલુ હોય અને ત્યાં ડાયવર્ઝન આપ્યુ છે પણ રાત્રી સમયે ફુલફાસ્ટ ટ્રક હરિયાણા થી નમકીન ના બોક્ષ ભરીને હિંમતનગર તરફથી અમદાવાદ તરફ ફુલફાસ્ટ આવતી ટ્રક ચાલક ને રાત્રી ના રેલ્વે ઓવરબ્રીજ ઉપર આપેલ ડાયવર્ઝન ને લઈ ખબર ના પડતા ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ કાબુ ગુમાતા ટ્રક રાત્રીના સમયે ઓવરબ્રીજ ઉપર થી પલ્ટી ખાઇ ઓવરબ્રીજ પાસે નીચે આવેલ યોગેશ્વર સોસાયટી ના રોડ ઉપર જઇ પડી હતી તો ટ્રક મા રહેલ નમકીન ના બોક્ષ સોસયટી રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા તો ટ્રક ચાલક શામળાજી તથા હિંમતનગર ખાતે અકસ્માત સર્જી ને આવ્યો હોવાનુ પણ સુત્રો દ્રારા જાણવા મલ્યુ ત્યારે ઓવરબ્રીજ ઉપર આપેલ ડાયવર્ઝન ને લઈ ખબર ના પડતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ઓવરબ્રિજ ના કામ ને લઈ ને આપેલ ડાયવર્ઝન ની ખબર ના પડતા આ ચોથી ગાડી પલ્ટી ખાઇ હોવાનુ સામે આવ્યુ છે તો ટ્રક પલ્ટી ખાતા ચાલક ને ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસ ને ટ્રક પલ્ટી ખાઇ ના સમાચાર મળતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યાવહી હાથ ધરી હતી
જીલ રાવલ સાબરકાંઠા
