

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં PM- CM હટાવવા સાથે જોડાયેલા 3 બિલો રજૂ કર્યા હતા જેનો વિરોધ પક્ષોએ ભારે વિરોધ કરીને હંગામો મચાવ્યો હતો અને બિલ ફાડી નાંખ્યું હતું. જો કે અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કરી દીધું હતું અને હવે પાર્લામેન્ટરી કમિટિને બિલ ભલામણ માટે મોકલવામાં આવ્યું છે.
સવાલ એ છે કે, આ બિલ અત્યારે લાવવાની જરૂર કેમ પડી? જાણકારોના કહેવા મુજબ ગયા વર્ષે જ્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંજ્ઞી અરવિંદ કેજરીવાલની શરાબ કૌભાંડમાં ધરપકડ થઇ અને તેઓ 6 મહિના જેલમાં રહ્યા અને જેલમાંથી સરકાર ચલાવી.
તે વખતે એવો કોઇ કાયદો નહોતો કે જેલમાં રહેનાર મુખ્યમંત્રી સરકાર ચલાવી શકે નહીં. એટલે આ બિલ લાવાવમાં આવ્યું , જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે કેન્દ્ર-રાજ્યોના મંત્રી જો કોઇ ગંભીર ગુનામાં સતત 30 દિવસ સુધી જેલમાં હોય તો 31માં દિવસે તેઓ આપોઆપો તેમના પદેથી હટી જશે.
