

દેશમાં રખડતા કૂતરાઓનો મુદ્દો આ દિવસોમાં ખૂબ જ ગરમ છે. સુપ્રીમ કોર્ટ આજે દિલ્હીમાં રખડતા કૂતરાઓ પર પોતાનો નિર્ણય આપી દીધો છે. આ દરમિયાન છોકરીઓ પર આપત્તિજનક ટિપ્પણી કરીને વિવાદોમાં ઘેરાયેલા વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યે હવે લિવ-ઇન અને કૂતરા-બિલાડીઓને લઈને કંઈક એવું કહી દીધું છે, જેના પર લોકોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક લોકો તેમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને યોગ્ય કહી રહ્યા છે. કથાવાંચકે કહ્યું હતું કે, લિવ-ઇનમાં કૂતરા-બિલાડીઓ રહે છે, આપણા દેશના કૂતરા હજારો વર્ષોથી લિવ-ઇનમાં રહે છે. આ લિવ-ઇન કૂતરાઓનું કલ્ચર છે.
NDTVના રિપોર્ટ મુજબ નોઇડામાં રહેતા એક વ્યક્તિએ અનિરુદ્ધાચાર્યના નિવેદનની નિંદા કરતા તેને ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે આપણા ધાર્મિકગુરુઓએ આવા નિવેદનો ન આપવા જોઈએ. આવા નિવેદનોને કારણે જ આપણા ધર્મ પર સવાલ ઉભા થાય છે. આવા નિવેદનોને સાંભળીને જ બાળકો પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહેલા આપણાં બાળકો ધર્મને લઈને ખોટી ટિપ્પણીઓ કરે છે. તેનાથી ધર્મને ખૂબ નુકસાન પહોંચે છે. એટલે ધર્મગુરુઓએ આ બધા પર ટિપ્પણી ન કરવી જોઈએ. તેઓ ધર્મની રક્ષા કરવા માટે છે અને ધર્મના ધજાગરા ઉડાડવા નહીં.

એક અન્ય વ્યક્તિએ એમ પણ કહ્યું કે અનિરુદ્ધાચાર્યએ આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ, આ ખોટું છે. તેણે તેને સનાતન ધર્મનું અપમાન ગણાવતા કહ્યું કે તેમણે વિચારીને બોલવું જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ લિવઇનને સમર્થન આપ્યું છે, કૂતરા-બિલાડી કે અન્ય પ્રાણીઓનું નામ લઈને કથાવાંચકે આપેલા આ નિવેદનથી સનાતન ધર્મને નુકસાન થશે. અપીલ છે કે તેમણે આવા ખોટા નિવેદનો ન આપવા જોઈએ.
નોઇડાના એક યુવાને કહ્યું કે અનિરુદ્ધાચાર્ય એક ધર્મગુરુ છે. તે પદ પર રહીને તેમણે પોતાના શબ્દોમાં શિષ્ટાચાર જાળવવો જોઈએ. જોકે, તેમણે જે કંઈ કહ્યું છે, હું તેની સાથે અમુક હદ સુધી સહમત છું. હિન્દુ ધર્મના સંસ્કારો અને રીતરિવાજો મુજબ, લગ્ન અગાઉ કોઈપણ છોકરા અને છોકરી માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ખોટું છે. જોકે, આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. અનિરુદ્ધાચાર્યની કહેવાની રીત ખોટી હતી. તેઓ કંઈક કહેવા માગતા હતા પરંતુ અર્થ ખોટો થઈ ગયો.
અનિરુદ્ધાચાર્યના નિવેદનને એક યુવકે સમર્થન આપતા તેને સમાજ માટે સારું છે. તેમણે કહ્યું કે તેમની લાગણીઓને સમજવી જોઈએ અને તેમના શબ્દો પર કંઈ ન બોલવું જોઈએ. તેમણે સમાજ માટે સારી વાત કહી છે. રિલેશનશિપમાં રહેવું સારી વાત નથી. આપણે આ વાતોને સમજવી જોઈએ અને તે મુજબ કામ કરવું જોઈએ.

નોઇડામાં રહેતી એક યુવતીએ કહ્યું કે, આજકાલ લોકો લિવ-ઇનને પ્રેમ કહે છે. પરંતુ આ પ્રેમ નથી. આ ભારતની સંસ્કૃતિ નથી. લોકો અહીં પશ્ચિમી સંસ્કૃતિ લઇને આવ્યા છે. લાંબા સમય સુધી કોઈની સાથે રહેવું અને પછી તેમને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરવા યોગ્ય નથી. તેનાથી સમાજ પ્રભાવિત થઈ રહ્યો છે.
એક અન્ય યુવાને અનિરુદ્ધાચાર્યના નિવેદનને યોગ્ય ન ગણાવ્યું પરંતુ ખોટું પણ ન કહ્યું. તેણે કહ્યું કે સંબંધમાં રહેવું કે પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ તેના પરિણામોને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ધર્મગુરુઓનું કામ જ સમાજમાં નૈતિકતાનું સ્તર જાળવી રખવાનું સુમેળની સ્થિતિ જળવાઈ રહે. શાસ્ત્રોમાં, પુરુષો અને સ્ત્રીઓને બરાબરના અધિકારો મળ્યા છે. જો સમાજમાં નૈતિકતાનું સ્તર જાળવી રાખવું હોય, તો લગ્ન સિસ્ટમ તેનો ઇનકાર નહીં કરી શકે. નોઇડામાં લિવ-ઇન રિલેશનશિપમાં ગુનાઓ ખૂબ વધી ગયા છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું યોગ્ય નથી.