fbpx

સુનિતા આહૂજાએ છૂટાછેડા માટે આપી અરજી, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ

Spread the love
સુનિતા આહૂજાએ છૂટાછેડા માટે આપી અરજી, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ

બોલિવુડના હીરો નંબર વન ગોવિંદાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદની પત્ની સુનિતા આહૂજાએ કોર્ટમાં એક્ટર વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરી રાખ્યો છે. સુનિતાએ પોતાના પતિ ગોવિંદા પર છેતરપિંડી, અલગ રહેવા અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો છે. હૉટરફ્લાયના રિપોર્ટ મુજબ, ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. આ અરજીમાં, સુનિતાએ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13 (1) (i), (ia), અને (ib) હેઠળ અરજી દાખલ કરી છે, જેમાં છેતરપિંડી, અન્ય મહિલા સાથેના અફેર અને ક્રૂરતાને પોતાના 38 વર્ષ જૂના લગ્ન તોડવાનો આધાર ગણાવ્યો છે. ત્યારબાદ કોર્ટે 25 મેના રોજ ગોવિંદાને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે કોર્ટમાં પહોંચ્યો નહોતો. ત્યારબાદ કોર્ટે કારણ બતાવો નોટિસ પણ જાહેર કરી હતી.

Chandrababu-Naidu

તમને જણાવી દઈએ કે, સુનિતા આહૂજાએ થોડા દિવસો અગાઉ યુટ્યુબ પર પોતાની ચેનલ ખોલી છે. જેમાં તે ડેઇલી વ્લોગિંગ કરે છે. તેના તાજેતરના વ્લોગમાં એક્ટ્રેસ મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં જતી નજરે પડી હતી. જ્યાં તે પૂજારી સાથે વાત કરતી-કરતી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. એક્ટ્રેસે અહીં પોતાની અંગત જિંદગીને લઈને ખૂલીને વાત કરી હતી.

sunita-ahuja

સુનિતાએ વ્લોગમાં કહ્યું હતું કે, ‘જ્યારે હું ગોવિંદાને મળી, ત્યારે મેં દેવીને પ્રાર્થના કરી કે હું તેની સાથે લગ્ન કરું અને સુખી જીવન વિતાવું, દેવીએ મારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી, અહીં સુધી કે મને 2 બાળકોનો આશીર્વાદ પણ આપ્યો, પરંતુ જીવનનું દરેક સત્ય સરળ નથી, હંમેશાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. છતા પણ મને દેવીમાં એટલી શ્રદ્ધા છે કે હું જાણું છું કે જે કોઈ મારું ઘર તોડવાનો પ્રયાસ કરશે, મા કાળી ત્યાં ઉપસ્થિત છે. પરિસ્થિતિ ભલે ગમે તે હોય, જે કોઈ મારા પરિવારને તોડવાનો પ્રયાસ કરશે, મા તેને માફ નહીં કરે.’

આ અગાઉ પણ જ્યારે ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના સમાચાર આવ્યા ત્યારે ગોવિંદાના મેનેજર શશી સિંહાએ ETimesને કહ્યું હતું કે, ‘પરિવારના કેટલાક સભ્યો દ્વારા આપવામાં આવેલા કેટલાક નિવેદનોને કારણે દંપતી વચ્ચે વિવાદો રહ્યા છે. તેમાં બીજું કંઈ નથી અને ગોવિંદા એક ફિલ્મ શરૂ કરવાના છે જેના કારણે અમારી ઓફિસમાં કલાકારો આવી રહ્યા છે. અમે તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’  ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે અફેર છે. ત્યારથી આ કપલનું નામ વારંવાર ચર્ચામાં રહ્યું છે, જેના પર તેમના મેનેજર દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી હતી.

error: Content is protected !!