

સોશિયલ મીડિયા કુખ્યાત કિર્તી પટેલ છેલ્લાં 2 મહિનાથી સુરતની જેલમાં બંધ છે, પરંતુ હજુ સુધી તેનામાં કોઇ સુધારો આવ્યો નથી. ધમકી આપવાના એક કેસમાં જેલમાં બંધ કિર્તીને જ્યારે બુધવારે પોલીસ કોર્ટમાં લઇને આવી ત્યારે કિર્તી કોર્ટમાંથી બહાર આવી તો તેના હાથમાં બાળ ગોપાળની પ્રતિમા હતી અને મીડિયા સામે દાંત કચકચાવીને બોલી હતી કે વીડિયો બનાવજે ટકાટક, લઇલે બકા, નજીક આવ. મીડિયોને જોઇને ગુસ્સે ભરાયેલી કિર્તીએ કહ્યું કે, હું આવું ત્યારે તમારે વીડિયો લેવા આવી જ જવાનું આ વાત તે કટાક્ષમાં બોલી હતી.
પોલીસે ના પાડી તો પણ કિર્તી ગાંઠી નહોતી.
બે મહિના પહેલા જયારે કિર્તીની ધરપકડ થયેલી ત્યારે કાપોદ્રા પોલીસમાં કોઇ સેલિબ્રીટી આવી હોય તે રીતે પોલીસની સાથે ચાલતી જોવા મળી હતી અને પોલીસ સામે પણ હસતી હસીત વાત કરતી હતી.
