

રાનિલ વિક્ર્મસિંઘે પર આરોપ છે કે, 2023માં જ્યારે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે ક્યુબા અને અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પોતાની પત્નીના લંડનમાં આયોજિત દિક્ષાંત સમારોહમાં 10 લોકો સાથે પહોંચી ગયા હતા. આ તેમનો સત્તાવાર કાર્યક્રમ નહોતો. આમ છતા તેમણે સરકારી તિજોરીમાંથી 1.69 કરોડનો રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો હતો. ઉપરાંત તેમની પર એ પણ આરોપ હતો કે, પોતાના પર્સનલ બોડીગાર્ડનો પગાર પણ સરકારી તિજોરીમાંથી ચૂકવતા હતા.
CIDએ કોલંબોની એક કોર્ટમાં રાનિલ વિક્રમસિંઘેને રજૂ કર્યા હતા. તેઓ 2022માં રાષ્ટ્રપતિ બન્યા હતા.
