

અનિલ અંબાણીની સામે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. પહેલા યશ બેંકનો 17000 કરોડનો ફ્રોડ કેસ, પછી સ્ટેટ બેંકે લોનને ફ્રોડ જાહેર કરી, એ પછી EDની તપાસ અને શનિવારે CBIના ધામા પછી હવે બેંક ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ કોમ્યુનિકેશનનની 700 કરોડ રૂપિયાની લોનને ફરી છે. જેમાં ડિરેકટર તરીકે અનિલ અંબાણીનું પણ નામ છે. બેંક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે કંપનીએ બેંક રાસેથી મેળવેલી લોનની રકમનો દુરપયોગ કર્યો છે.
અનિલ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું કે, તેમના 5 પૂર્વ ડિરેકટરોને છોડી મુકાય છે છતા અને પોતાને જાણી જોઇને ફસાવવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે, અનિલ અંબાણીને કોણ ફસાવી રહ્યું છે? અનિલે તેમની પર લાગેલા બધા આરોપો ફગાવ્યા છે.