fbpx

પ્રાંતિજ ગજાનંદ સોસાયટી યુવક મંડળ દ્રારા સાર્વજનિક ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામા આવી

Spread the love

સાંસદ ના ધરેથી દાદાની મૂર્તિ પંડાલ સુધી લઇ જવામા આવી
પ્રાંતિજ ગજાનંદ સોસાયટી યુવક મંડળ દ્રારા સાર્વજનિક ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામા આવી
– સોસાયટી ના રહીશોએ વાજતે-ગાજતે ભગવાન ગણેશની મૂર્તિ નુ પાંચ દિવસ માટે સ્થાપના કરવામા આવી
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા ગણેશ મહોત્સવ ની દરવર્ષ ની જેમ આ વર્ષેપણ ઉમંગ ભેર ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે પ્રાંતિજ ગંજાનંદ સોસાયટી મા પણ પાંચ દિવસ માટે ભગવાન ગણેશ ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે જેમા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધરેથી ભગવાન ગણેશ ની મૂર્તિને વાજતે-ગાજતે  પંડાલ સુધી લઇ જવામા આવી હતી


 પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી ખાતે ભગવાન ગણપતિ ની મૂર્તિ નું સ્થાપન કરવામા આવ્યુ હતુ જેમા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના ધરેથી વાજતે ગાજતે ભગવાન ગણેશ ની મૂર્તિ ગણેશ પંડાલ સુધી લઇ જવામા આવી હતી તો આ પ્રસંગે ગજાનંદ સોસાયટી ના રહીશો તથા યુવક મંડળ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો શાસ્ત્રી પ્રિતભાઇ જોષી દ્રારા શાસ્ત્રોક વિધિથી મૂર્તિ સ્થાપન સહિત મૂર્તિ પુજા કરવામા આવી હતી અને ભગવાન ગણેશ ની આરતી સહિત ના કાર્યક્રમ યોજાયા હતા જેમા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પરિવાર દ્રારા ભગવાન ગણેશ ની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી તો ગજાનંદ સોસાયટી ગણેશ યુવક મંડળ દ્રારા પાંચ દિવસ માટે ભગવાન ગણપતિ ની મૂર્તિ ની સ્થાપના કરવામા આવી છે અને સ્થાપના બાદ સોસાયટીના રહીશો દ્રારા સવાર-સાંજ ભગવાન ગણેશ દુધાળા દેવની આરતી ઉતારી તેવોને ભાવતા ભોજન જમાડી ધન્યતા અનુભવશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!