

27 ઓગસ્ટ, બુધવારે ગણેશ ચતુર્થીની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં સૌથી અમીર ગણપતિ બાપ્પા સુરતના દાળિયા શેરી વિસ્તારમાં બિરાજમાન થયા છે.
મહિધરપરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં 1972થી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે જયપુરની થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો છે. દુંદાળા દેવને 25 કિલો સોના-ચાંદીના હારનો શણગાર કરવામાં આવ્યો છે.
ગજાનંદના ગળામાં 6 ફુટ લાંબો 1 કિલો સોના-ચાંદીનો હાર પહેરાવવામાં આવ્યો છે અને 2 કિલો સોના-ચાંદીનો મુગટ છે જે 5 લાખનો છે. કુલ 35 લાખ રૂપિયાનો શણગાર વિઘ્નહર્તા દેવને કરવામાં આવ્યો છે. 2 લાખ રૂપિયાના અમેરિકન ડાયમંડ જડેલી ચાંદીના પાંદડા આકારની પ્રતિમાં પણ બિરાજમાન છે, જેમાં કુલ 1.50 લાખ અમેરિકાન ડાયમંડ જડેલા છે.
