

ભારત-અમેરિકાના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ વધી રહી છે. આ દરમિયાન જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલગેમાઈન (FAZ)ના એક અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વખતે ફોન ઉપાડવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, સરકારી અધિકારીઓએ આ અહેવાલને નકારી કાઢ્યો છે. અખબારે અહેવાલમાં જણાવ્યું હતું કે, આ ઘટના વડાપ્રધાન મોદીના ગુસ્સા અને તેમની સતર્કતા બંનેને દર્શાવે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાના આ પ્રયાસો એવા સમયે થયા હતા જ્યારે તેમની સરકારે ભારત પર 50% ટેરિફ લગાવી દીધો હતો, જે બ્રાઝિલ સિવાય કોઈપણ દેશ પર લાદવામાં આવેલી સૌથી વધુ ડ્યુટી છે. છેલ્લા 25 વર્ષથી વિકસિત થયેલા ભારત-અમેરિકાના સંબંધોમાં ખટાશ ત્યારે આવી ગઈ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને વેપાર સરપ્લસ હોવા બદલ નિશાન બનાવ્યું. આ ઉપરાંત અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર પેનલ્ટી પણ લગાવી દીધી.
બર્લિન સ્થિત ગ્લોબલ પબ્લિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક અને ડિરેક્ટર થોર્સ્ટન બેનરે જર્મન અખબારના X પરના અહેવાલને શેર કરતા લખ્યું કે, ‘FAZનો દાવો છે કે ટ્રમ્પે તાજેતરના અઠવાડિયામાં મોદીને 4 વખત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદીએ ફોન રિસીવ કરવાનો ઇનકાર કરી દીધો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી. તેમણે 31 જુલાઈના રોજ કહ્યું હતું કે ભારત રશિયા સાથે શું કરે છે તેની મને ચિંતા નથી. તેઓ પોતાની ‘ડેડ ઈકોનોમી’ સાથે ડૂબી શકે છે. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટના રોજ કોઈનું નામ લીધા વિના વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ આગળ વધી રહ્યું છે. જર્મન અખબારે લખ્યું કે, આ સૂચવે છે કે ટ્રમ્પના નિવેદનથી મોદીને દુઃખ થયું છે. અખબારે એમ પણ કહ્યું કે ટ્રમ્પની રીત ઘણીવાર તેમને અમેરિકન બજાર પર અન્ય દેશોની નિર્ભરતાનો લાભ લેવામાં મદદ કરે છે. પરંતુ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન મોદીએ તેનો વિરોધ કર્યો અને ટ્રમ્પ સાથે સહયોગી સંબંધ બનાવી રાખતા ભારતના આર્થિક હિતો સાથે કોઈ સમાધાન થયું નહોતું.
FAZએ કહ્યું કે, આ પરિસ્થિતિનું આશ્ચર્યજનક પાસું એ છે કે ટ્રમ્પ વારંવાર મોદીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય વડાપ્રધાન અત્યારે પણ વાત કરવાનો ઇનકાર કરી રહ્યા છે તે તેમના સાથે સાથે તેમની સાવચેતી દર્શાવે છે.’ જર્મન અખબારે આ ચેતવણી પાછળનું કારણ વિગતવાર સમજાવ્યું. ટ્રમ્પે અગાઉ વિયેતનામ અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જે પ્રતિનિધિમંડળો દ્વારા ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવી હતી, જનરલ સેક્રેટરી ટૂ લામ (વિયેતનામી નેતા) સાથે માત્ર એક ફોન કોલમાં. કોઈ નક્કર કરાર પર પહોંચ્યા વિના, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ટ્રેડ ડીલ થઈ ગઈ છે. FAZએ લખ્યું કે, ‘મોદી એ જ જાળમાં ફસવા માગતા નથી.
ન્યૂ યોર્કમાં ન્યૂ સ્કૂલ ખાતે ભારત-ચીન સંસ્થાના સહ-નિર્દેશક માર્ક ફ્રેઝિયરના મતે, ભારતનો ક્યારેય અમેરિકાની પડખે ઊભા રહેવાનો અને ચીનનો વિરોધ કરવાનો ઇરાદો નહોતો. માર્ક ફ્રેઝિયરનું કહેવું છે, ‘અમેરિકાની વ્યૂહરચના કામ કરી રહી નથી. ભારત-પ્રશાંની અમેરિકાની વિભાવના જેમાં ભારતે ચીનને રોકવામાં અમેરિકાની મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, તે હવે તૂટી રહી છે. આ અખબારમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં ટ્રમ્પના નિર્માણ પરિયોજના પણ વિવાદનું કારણ બની છે. ટ્રમ્પ પરિવારની કંપનીએ દિલ્હી નજીક તેમના નામે લક્ઝરી ટાવર બનાવ્યા છે. આ ટાવર્સમાં 12 મિલિયન યુરો સુધીની કિંમતના 300 એપાર્ટમેન્ટ મેના મધ્યમાં એક જ દિવસમાં વેચાઈ ગયા હતા. ટ્રમ્પના નિવેદનોથી ભારત-અમેરિકા સંબંધોમાં પણ ખટાશ આવી હતી પરંતુ જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના લશ્કરી સંઘર્ષમાં યુદ્ધવિરામ માત્ર તેમના પ્રયાસોને કારણે જ શક્ય બન્યો છે, ત્યારે ભારતીય પક્ષે નારાજગી વ્યક્ત કરી.

અહેવાલમાં જણાવાયું છે કે, ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ પાકિસ્તાન સાથે તેલ ભંડાર વિકસાવશે, જે ભારત તેના ચીરપ્રતિદ્વંદ્વી પાસેથી ખરીદશે. આ નિવેદનથી પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી. ઓવલ ઓફિસમાં ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સાથે રાત્રિભોજનનું આયોજન પણ ભારતમાં ઉશ્કેરણી તરીકે જોવામાં આવ્યું હતું.’ શું ટ્રમ્પની નીતિઓને કારણે ભારત-ચીન સંબંધો સુધરી રહ્યા છે? અહેવાલ મુજબ, ભારતમાં જૂના તણાવ ઓછા થઈ રહ્યા છે. ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને સૌથી વધુ સન્માન મળ્યું છે. આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપશે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે શું ટ્રમ્પની નીતિઓ ભારતને ચીનની નજીક લાવી રહી છે. ફ્રેઝિયરનું કહેવું છે કે, ‘ભારતને ચીનની વધુ જરૂર છે, ચીનને ભારતની નહીં. ભારતનું આ વલણ માત્ર અમેરિકન ટેરિફનો પ્રતિભાવ નથી, પરંતુ વ્યૂહાત્મક છે. અમેરિકાના પીછેહઠ સાથે ભારત અને ચીનના હિતો મળે છે. બંને વૈશ્વિક પ્રભાવ અને ઔદ્યોગિક વિકાસ ઇચ્છે છે. ભારત ચીન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે તેની આર્થિક અને રાજકીય તાકત વધારી શકે છે.
ભારતના વિદેશ મંત્રાલય (MEA) અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિનાં અનુરોધ પર 17 જૂને, પીએમ મોદીએ 17 જૂને વાત કરી હતી. બંને કેનેડામાં G7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ ટ્રમ્પ નક્કી સમય અગાઉ જ અમેરિકા જતા રહ્યા હતા.
