

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને પાંચ મહિના વીતી ગયા છે. પરંતુ હવે ધનશ્રીના એક નવા નિવેદનને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
ડાન્સર અને ડેન્ટિસ્ટ ધનશ્રી વર્માએ ફરાહ ખાનના વ્લોગમાં ખુલાસો કર્યો કે છૂટાછેડા બાદ પણ તેઓ ચહલ સાથે સંપર્કમાં છે. તેણે કહ્યું કે તેઓ મેસેજ દ્વારા વાતચીત કરે છે અને ચહલ તેમને પ્રેમથી “મા” બોલાવે છે. ધનશ્રીએ ઉમેર્યું કે હવે તેમના સંબંધોમાં મર્યાદા અને સન્માન છે.

ધનશ્રી અને ચહલ ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ માર્ચમાં અલગ થયા હતા. છૂટાછેડા બાદ પણ ધનશ્રીનો આ અભિગમ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા છે.
વાતચીત દરમિયાન ધનશ્રીએ પોતાના ડેન્ટિસ્ટ પ્રોફેશન અંગે પણ રસપ્રદ ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે ત્રણ વર્ષ સુધી બાંદ્રા અને લોખંડવાલામાં ક્લિનિક ચલાવી હતી, જ્યાં ઘણા ફિલ્મી કલાકારો આવતા હતા. તેણે કહ્યું કે તેણે એક વખત રણબીર કપૂરને પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી હતી. ફરાહે મજાકમાં પૂછ્યું કે રણબીરના દાંત કંઈ ખાસ હતા? જેના જવાબમાં ધનશ્રીએ હસતા કહ્યું, “એ તો મારું કામ હતું અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા.”

હાલમાં ધનશ્રી અશનીર ગ્રોવરના રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે, જે 6 સપ્ટેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે.
