fbpx

પ્રાંતિજ ખાતે ભગવાન સ્વામિનારાયણ નગરયાત્રાએ નિકળ્યા હતા

Spread the love

પ્રાંતિજ ખાતે ભગવાન સ્વામિનારાયણ નગરયાત્રાએ નિકળ્યા હતા
– હરિભકતો ના ધરે-ધરે જઈ જલજીલવા ગયા હતા
– હરિભકતોએ ધરે પધરામણી કરાવી આરતી ઉતારી ધન્યતા અનુભવી
–  જલજીલા એકાદશી અગિયારસ પવિત્ર દિવસે ભગવાન ની પાલખી નિકળે છે
– વર્ષોની પરંપરા મુજબ વર્ષ મા એકવાર સ્વામિનારાયણ ભગવાન ની પાલખી નિકળે છે


             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જલજલાની એકાદશી ના દિવસે ભગવાન સ્વામિનારાયણ ની પાલખી વર્ષ મા એક વાર નગરયાત્રાએ નિકળે છે તો હરિભકતો ભગવાન ની ધરે-ધરે પધરામણી કરાવી આરતી ઉતારી ધન્યતા અનુભવી છે


પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર થી વર્ષ મા એકવાર અગિયારસ ના પવિત્ર દિવસે જલજલી એકાદશી ના દિવસે ભગવાન સ્વામિનારાયણ વર્ષ મા એક વાર નેશનલ હાઈવે ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ બોખ મા ન્હાવા માટે જાય છે અને તે દરમ્યાન વર્ષોથી ભુદેવો દ્રારા ભગવાન સ્વામિનારાયણ ની પાલખી ઉગારા પગે ઉંચકી ને નગરયાત્રા સ્વરૂપે લઈ જતા હોય છે જેમા સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભકતો ભગવાન સ્વામિનારાયણ ની ધરે-ધરે પધરામણી કરાવતા હોય છે અને ભગવાન સ્વામિનારાયણ હરિભકતો પરિવાર ના દરેક સભ્યો આરતી ઉતારી પ્રસાદ વહેચીને ધન્યતા અનુભવતા હોય છે તો ભગવાન સ્વામિનારાયણ ભક્તોના ધરે ધરે જઇ ને આશીર્વાદ આપી ને ત્યારબાદ માર્કંડેશ્વર મંદિર ખાતે આવેલ બોખ ના પાણી મા જલજીલવા જઇ રાત્રી ના આરતી સમયે સ્વામિનારાયણ મંદિર ખાતે પરત જતા હોય છે ત્યારે ૫૦ વધુ હરિભકતો દ્રારા ભગવાન સ્વામિનારાયણ ની ધરે પધરામણી કરાવી ધન્યતા અનુભવી હતી તો આ વર્ષે પ્રાંતિજ નગરપાલિકા ના પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા દ્રારા પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણ ની પધરામણી નગર પાલિકા ખાતે કરાવી હતી જેમા નગરપાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન પંડયા , નગરપાલિકા ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા તથા નગરપાલિકા કોર્પોરેટરો તથા સંજયભાઇ પટેલ , અમરીશભાઇ સોની સહિત નગરપાલિકા ના સ્ટાફ દ્રારા આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!