

તમિલનાડુની રાજધાની ચેન્નાઇથી એક ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે. જે ડોકટરે આખી જિંદગી દિલના દર્દીઓને સાજા કરવા માટે સમર્પિત કરી દીધી એ જ ડોકટરનું માત્ર 39 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું. જે ડોકટર બીજા દર્દીને દિલની બિમારીથી બચવા સલાહ આપતા હતા તેમના જ દિલે દગો આપી દીધો.
ચેન્નાઇની સવિતા મેડિકલ કોલેજમાં કાર્ડિયાક સર્જન તરીકે સેવા આપતા ડો. ગ્રેડલિન રોયનું અચાનક હાર્ટ એટેકને કારણે મોત થયું. તેઓ રોજના નિયમ મુજબ જ્યારે હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા માટે રાઉન્ડ પર નિકળ્યા હતા ત્યારે અચાનક બેભાન થઇ ગયા હતા. હોસ્પિટલના સ્ટાફે ડોકટરને બચાવવા તમામ પ્રક્રિયા હાથ ધરી, પરંતુ ડોકચરનો જીવ બચાવી શકાયો નહોતો.
