fbpx

રૂપાલાએ સંસદમાં 6-લેન હાઇવે પર સવાલ પૂછીને ગડકરી સામે નિશાન સાધ્યુ

Spread the love
રૂપાલાએ સંસદમાં 6-લેન હાઇવે પર સવાલ પૂછીને ગડકરી સામે નિશાન સાધ્યુ

ગુજરાતના અતિ મહત્ત્વના અને સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ સમાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે નં-47ના સિક્સસેનની કામગીરી વિલંબમાં પડી રહી છે આ પ્રોજેક્ટ પુરો કરવા માટે 7 વખત ડેડલાઇન વધારવામાં આવી છે. આ બાબતે ભાજપના રાજકોટના સાંસદ પુરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં લોકસભામાં સવાલ ઉઠાવ્યો હતો. જેનો તેમને જવાબ મળ્યો હતો કે,  આ 6 લેનની મોટાભાગની કામગીરી પુરી થઇ ગઇ છે અને આગામી 3 મહિનામાં કુવાડવા ઓવરબ્રિજને બાદ કરતા બાકીનું તમામ કામ 3 મહિનામાં પુરુ થઇ જશે.

આ સિક્સલેન બનવાને કારણે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ-ગાંધીનગર આવવામાં સરળતા રહેશે.

રૂપાલાએ સવાલ પુછીને રોડ અને હાઇવે મંત્રી નિતીન ગડકરી સામે સીધું નિશાન સાધ્યું છે.સામાન્ય રીતે ભાજપના લોકો પોતાના મંત્રીને લગતા સવાલ પુછતા નથી.

error: Content is protected !!