
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરના દિવસે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDAના તમામ સાંસદોને પોતાના ઘરે 8 સપ્ટેમ્બરે પોતાના સત્તાવાર નિવાસ સ્થાને ડીનર પાર્ટી રાખી હતી અને જે પી નડ્ડાએ ભાજપના નેતાઓ માટે 8 સપ્ટેમ્બરે ડીનર પાર્ટીનું આયોજન કર્યુ હતું. પરંતુ બંને ડીનર પાર્ટીઓ રદ કરી દેવામાં આવી છે.
ડીનર રદ કરવા પાછળનું એવું કારણ આપવામાં આવ્યું છે કે, ઉત્તર ભારતના રાજ્યોમાં પૂરની સ્થિતિ ખાસ કરીને પંજાબ સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું છે ત્યારે કુદરતી આફતોને કારણે ડીનર પાર્ટીનું આયોજન રદ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી આ પગલું સંવેદનશીલતા અને જવાબદારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
જો કે સવાલ એ છે કે મણીપુર સળગતું હતું ત્યારે કોઇ પ્રોગામ રદ નહોતા કરવામાં આવ્યા. હવે અચાનક સરકાર સંવેદનશીલ કેવી રીતે બની ગઇ.