
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના 100 વર્ષની ઉજવણી ચાલી રહી છે. સંઘના વડા મોહન ભાગવતે આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા સંઘના 6 સંગઠનોના 80 પ્રતિનિધિઓની બંધ બારણે બેઠક કરી હતી. જેમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીનિયર નેતા મુરલી મનોહર જોશીએ ભારતની અર્થ વ્યવસ્થા પર ટીપ્પણી કરી હતી.
જોશીએ 70 સ્લાઇડનું પ્રેઝન્ટેશનમાં ડિગ્રોથની વિભાવના રજૂ કરી જેનો મતબલ છે તે અર્થવ્યવસ્થાના વિકાસ પરથી ધ્યાન હટાવીને સંશાધનો અને સુરક્ષા પર ધ્યાન આપવું. ઉપરાંત તેમણે દેશમાં આવકની અસમાનતા અને ભારતની પ્રતિ વ્યક્તિ GDPની ખરાબ સ્થિતિ પર ચિંતા વ્યકત કરી હતી.
સંઘના વડા મોહન ભાગવતે મુરલી મનોહર જોશીની વાતને સમર્થન આપ્યુ હતું અને કહ્યુ હતું કે, જોશીએ કહેવાનું બધું જ કહી દીધું છે.