પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૫-૨૬ પોષક વાનગી સ્પર્ધા યોજાઈ
– આંગણવાડી મહિલા કાર્યકરો પોતાના ધરેથી વાનગીઓ બનાવી ને લાવી
– બેસ્ટ વાનગી વિજેતા બહેનોને નંબર આપી પ્રમાણપત્ર આપવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ માંથી બનતી વિવિધ પોષ્ક વાનગી સ્પર્ધા યોજાઈ


પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ નગરપાલિકા દ્રારા બનાવેલ કોમ્યુનિટી હોલ ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૫-૨૬ પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમા અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્રારા પોતાના ધરેથી અલગ-અલગ મિલેટ્સ માંથી બનેલ વાનગીઓ બનાવીને લાવી હતી જેમા રસોઈ હરીફાઈ માં મીલેટસ એટલે કે જાડા ધાન જેવા કે જુવાર, મોરૈયો ,કોદરી, મકાઈ, બાજરી જેવા અનાજમાંથી જુદી જુદી પ્રકારની જીભે વર્ગી જાય તેવી વાનગી બહેનો દ્વારા બનાવવામાં આવી હતી અને વાનગી હરીફાઈ માં બહેનોએ ખૂબ જ સુંદર વાનગીઓ બનાવી હતી તે આકર્ષણ નું કેન્દ્ર બની જવા પામી હતી તો ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પડયા તથા ઉપસ્થિત કોર્પોરેટરો દ્રારા આ વાનગીને આરોગીને તેની સ્વાદ વિશેની સારી જાણકારી આપી હતી આ વાનગી હરીફાઈ માં વિજેતા બહેનોને નંબર આપી ઉપસ્થિત મહેમાનો ના હસ્તે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , નગરપાલિકા કોર્પોરેટર દર્શિલભાઇ દેસાઇ , તથા સંજયભાઇ પટેલ તથા નગરપાલિકા કોર્પોરેટરો સહિત પ્રાંતિજ આઈસીડીએસ નો તમામે-તમામ સ્ટાફ તેમજ કાર્યકર બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તો ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નો જન્મ દિવસ હોય ભાજપ કાર્યકરો ભાજપ કોર્પોરેટરો દ્રારા કાર્યક્રમ બાદ કેક કાપી આંગણવાડી ના બાળકોને ફુટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
