નદીમા તણાયેલ નિવૃત્ત ફૌજી લાશ મૃત હાલત મા બીજા દિવસે મળી
પ્રાંતિજ ના માઢા ગામની હાથમતી નદીમા તણાયેલ નિવૃત્ત ફૌજી ની લાશ નદી માંથી મળી
- પ્રાંતિજ ફાયર ટીમ દ્રારા લાશ ને નદીમાથી બહાર કાઢી પરિવાર ને સોપી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મોયદ-માઢા ગામની હાથમતી નદી મા તણાયેલ માઢા ગામના નિવૃત્ત ફૌજી ની લાશ બીજા દિવસે ગેડ-સાંપડ પાસે આવેલ ગરનાળા પાસેથી મૃત હાલત મા મળી આવી

પ્રાંતિજ ના મોયદ-માઢા ખાતે રહેતા વૃધ્ધ નિવૃત્ત ફૌજી રાઠોડ જવાનસિંહ ચેહરસિંહ કે જેવો બુધવાર ના રોજ બપોર ના સમયે નદી પાસે આવેલ પોતાના ખેતરમા જઇ રહ્યા હતા તે દરમ્યાન નદીમા અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેવો નદીમા તણાયા હતા અને બુમાબુમ થતા ગ્રામજનો સહિત માઢા ગામના તલાટી તથા પ્રાંતિજ પોલીસ સહિત ના અધિકારીઓ નદી કાંઠે દોડી ગયા હતા તો પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ ને જાણ કરતા બન્ને ટીમો દ્રારા નદીમા બોટ મારફતે મોડી સાંજ સુધી શોધખોળ હાથધરી હતી પણ ૬૨ વર્ષ ના નિવૃત્ત ફૌજી નો કોઇ પતો લાગ્યો ન હતો અને ગુરૂવાર ની વહેલી સવારે ગેડ-સાંપડ ગરનાળા પાસે બાવળ ની ઝાડીઓમા ફસાયેલ લાશ જેવુ દેખાતા ગ્રામજનો દ્રારા પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરી હતી તો ફાયર ટીમ ને સમાચાર મળતાજ પ્રાંતિજ ફાયર ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર , ગોપાલભાઈ પટેલ , અનિલભાઈ સહિત ની ટીમ ધટના સ્થળે દોડી જઇ હતી અને નદીમા બાવળ ની ઝાડીઓ પાસે ફસાયેલ લાશ ને બહાર કાઢતા ઓળખ થતા મોયદ ના માઢા ગામના નિવૃત્ત ફૌજી હોવાનુ માલુમ પડતા તેવોની લાશ ને ફાયર ટીમ દ્રારા મૃતક ફૌજીના પરિવાર ને લાશ સોપવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
