આજે પ્રાંતિજનાં વદરાડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરશે
- વદરાડ ખાતે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ
- બાકલપુર ખાતે રાત્રી સભા કરશે
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરશે
આજે તા.૧૨|૯|૨૦૨૫ ને શુક્રવારના રોજ રાજ્યપાલ પ્રાંતિજના વદરાડ ચોક ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ તેમજ વૃક્ષારોપણ કરશે આ સાથે રાજ્યપાલ વદરાડ ખાતે આવેલ શાકભાજી એકસેલન્સ સેન્ટરની મુલાકાત લઈ ઉમા ધામ વાડી ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે” ખેડૂતો સાથે સંવાદ કરી સભાને સંબોધશે તેમજ રાજ્યપાલ પ્રાંતિજના બાકલપુર ખાતે રાત્રીસભા કરશે
જીલ રાવલ સાબરકાંઠા
