fbpx

‘તમે તેમાં મસાલો ભભરાવ્યો’, કંગના રણૌતને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી; જાણો શું છે આખો મામલો

Spread the love
‘તમે તેમાં મસાલો ભભરાવ્યો’, કંગના રણૌતને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી; જાણો શું છે આખો મામલો

બોલિવુડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ કંગના રણૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2020-21ના ખેડૂત આંદોલન સાથે જોડાયેલી એક રીટ્વીટ પર તેમની ટિપ્પણી વિરુદ્ધ દાખલ કરાયેલ માનહાનિનો કેસ રદ કરવા માટેની અરજી તેમણે પરત લઈ લીધી છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે, તેઓ નીચલી કોર્ટમાં પોતાની વાત રાખી શકે છે. આ કેસ કંગનાના રીટ્વીટ સાથે જોડાયેલોછે, જેમાં તેમણે એક વૃદ્ધ મહિલા પ્રદર્શનકારી બાબતે ટિપ્પણી કરી હતી, જેને માનહાનિકારક માનવામાં આવી હતી.

કંગનાની આ ટિપ્પણી બાદ, પંજાબના ભટિંડાના રહેવાસી 73 વર્ષીય મહિંદર કૌરે તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ કંગનાની અરજી ફગાવી દેતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ વલણે કંગના માટે કાયદાકીય માર્ગ વધુ મુશ્કેલ કરી દીધો છે.

SC

સુપ્રીમ કોર્ટમાં શું થયું?

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે કંગનાની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી શરૂ થતા જ ન્યાયાધીશ મહેતાએ કંગનાની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આ કોઈ સાદી રીટ્વીટ નહોતી. તમે તેમાં પોતાની ટિપ્પણી ઉમેરી, તેમાં મસાલો નાખ્યો.’ કંગનાના વકીલે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે તેમના ક્લાયન્ટે તેમની ટિપ્પણી પર સ્પષ્ટિકરણ આપ્યું છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ સ્પષ્ટતા નીચલી કોર્ટમાં આપી શકાય છે.

જ્યારે કંગનાના વકીલે કહ્યું કે, તે પંજાબમાં સુરક્ષિત અનુભવતી નથી અને ત્યાં મુસાફરી નહીં કરી શકે, તો કોર્ટે સૂચન કર્યું કે તે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી શકે છે. કોર્ટે ચેતવણી પણ આપી હતી કે જો કંગનાના વકીલ વધુ બહેશ કરશે, તો કોર્ટ એવી ટિપ્પણી કરી શકે છે જે તેમના કેસને નુકસાન પહોંચાડે. આખરે, કંગનાના વકીલે અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો.

kangana

શું છે આખો મામલો?

આ સમગ્ર વિવાદ 2020-21ના ​​ખેડૂત આંદોલન સાથે જોડાયેલો છે, જ્યારે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. કંગનાએ એક ટ્વીટ રીટ્વીટ કરી હતી, જેમાં તેમણે પંજાબના ભટિંડાના રહેવાસી મહિન્દર કૌર બાબતે ટિપ્પણી કરી હતી.

કંગનાએ દાવો કર્યો હતો કે, આ એ જ ‘દાદી’ છે જે દિલ્હીના શાહિન બાગ પ્રદર્શનમાં સામેલ હતી. મહિન્દર કૌરે આ ટિપ્પણીને અપમાનજનક ગણાવી હતી અને જાન્યુઆરી 2021માં ભટિંડા કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

મહિન્દર કૌરનું કહેવું હતું કે કંગનાની ટિપ્પણીઓએ તેની છબીને નુકસાન પહોંચાડી છે અને તેની વિરુદ્ધ ખોટી વાતો કહેવામાં આવી હતી. કંગનાના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ભટિંડા કોર્ટના સમન્સ આદેશ ખોટો હતો અને તે ગુનાહિત પ્રક્રિયા સંહિતાનું ઉલ્લંઘન કરે છે.

error: Content is protected !!