પ્રાંતિજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને વિવિધ કાર્યક્રમો યોજાયા
– સિવિલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
– શિવ મંદિર મા સાંસદ , ધારાસભ્ય તથા ભાજપ કાર્યકરો દ્રારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી
– સિવિલ ખાતે સફાઈ કરવામા આવી
– હનુમાન મંદિર ખાતે મોદીના આયુષ્ય માટે હવન નુ આયોજન
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સાંસદ , ધારાસભ્ય , પૂર્વ સાંસદ , પાલિકા પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા










દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણી દેશ ભરમા થઈ રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને વિવિધ કાર્યકમો નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સાબરકાંઠા-અરવલ્લી સાસંદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પ્રાંતિજ ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિર શ્રી માલ્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને શિવજીની પુજા અર્ચના કરવામા આવી હતી તો સાંસદ શોભનાબેન બારૈયા દ્રારા પ્રાંતિજ સિવિલ ખાતે સફાઈ અભિયાન મા જોડાયા હતા તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પ્રાંતિજ સિવિલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો અને પ્રાંતિજ પાંજરા પોળ ખાતે પશુઓને ધાસ ચારો ખવડવવામા આવ્યો હતો તો શોભનાબેન બારૈયા દ્રારા માલ્કડેશ્વર મહાદેવ મંદિર સંકુલ મા આયોવેદિક વૃક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ તો મંદિર પાસે આવેલ હનુમાન મંદિર મા નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ને લઈ ને હવન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે નગરપાલિકા ના સફાઈ કામદારો ને કિટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાસંદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ ,પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડયા , માર્કેટ યાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ , પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઇ પંડયા , નગરપાલિકા કોર્પોરેટર મહેશભાઇ મકવાણા , દર્શિલભાઇ દેસાઇ તથા સંજયભાઇ પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો પાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
