જિલ્લા એલસીબીએ પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે દારૂ સાથે એક ને ઝડપી પાડયો
પ્રાંતિજ ત્રણ રસ્તા પાસેથી પશુઆહારની આડમાં લવાતો રૂા. ૭૦.૩૦ લાખનો દારૂ પકડાયો
- પાસ પરમીટ વિના ટ્રકમાંથી ૪૪૪ દારૂની પેટીઓ સાથે એકને એલસીબીએ ઝડપી લીધો
- દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાનો હતો
- અમદાવાદ થી રાજકોટ લઈ જવાનો હતો
સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કેટલાક બુટલેગરો ચોરી-છુપીથી પાસ પરમીટ વિના દારૂ અને બિયરનો જથ્થો રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવી રહ્યા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એલસીબીએ મંગળવારે પ્રાંતિજ ત્રણ રસ્તા પાસેથી પશુઆહારની આડમાં લઈ જવાતો અંદાજે રૂા. ૭૦.૩૦ લાખથી વધુની કિંમતનો દારૂની ૪૪૪ પેટી કબજે લઈ ટ્રકના ચાલકને ઝડપી લીધા બાદ અંદાજે રૂા. ૮૩.૭૧ લાખનો મુદ્દામાલ કબજે લઈ તરત જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી પકડાયેલો આ જથ્થો અમદાવાદ થઈ રાજકોટ લઈ જવાનો હતો


આ અંંગે એલસીબીના પી.આઈ એસ.એન.કરંગીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ મંગળવારે તેમનો સ્ટાફ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે કન્ટેનર ટ્રક નં. એસ.આર.૩૮.યુ પ૭૩૦ માં તેનો ચાલક પાસ પરમીટ વિના રાજસ્થાન તરફથી દારૂનો જથ્થો લઈ અમદાવાદ થઈ રાજકોટ તરફ જવા નીકળી રહ્યો છે જે આધારે એલસીબી તથા સ્થાનિક પોલીસે પ્રાંતિજ ત્રણ રસ્તા નજીક આવેલ નેશનલ હાઈવેના બ્રિજ નજીકથી નીકળી તે હોટલ આગળ આવી ત્યારે તરત જ પોલીસે તેને કોર્ડન કરી લીધ હતો ત્યારબાદ ટ્રકના ચાલક દિલીપ લાખારામ ચૌધરી (રહે.પાંબડો, જિ.બાડમેર) ને અટકાવી પુછપરછ કર્યા બાદ ટ્રકની ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને ત્યારે એવી બાતમી મળી હતી કે કન્ટેનર ટ્રક નં. એસ.આર.૩૮.યુ પ૭૩૦ માં તેનો ચાલક પાસ પરમીટ વિના રાજસ્થાન તરફથી દારૂનો જથ્થો લઈ અમદાવાદ થઈ રાજકોટ તરફ જવા નીકળી રહ્યો છે જે આધારે એલસીબી તથા સ્થાનિક પોલીસે પ્રાંતિજ ત્રણ રસ્તા નજીક આવેલ નેશનલ હાઈવેના બ્રિજ નજીકથી નીકળી તે હોટલ આગળ આવી ત્યારે તરત જ પોલીસે તેને કોર્ડન કરી લીધો હતા ત્યારબાદ ટ્રકના ચાલક દિલીપ લાખારામ ચૌધરી (રહે.પાંબડો, જિ.બાડમેર) ને અટકાવી પુછપરછ કર્યા બાદ ટ્રકની ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને ટ્રકમાંથી રૂા. ૭૦.૩૦ લાખથી વધુની પાસ પરમીટ વિનાની ૪૪૪ પેટીમાં રખાયેલ ૭૬૬૮ બોટલો મળી આવી હતી. જે અંગે પોલીસે દારૂની હેરાફેરી કરવા માટે પાસ પરમીટ રજૂ કરવાનું જણાવ્યું હતુ. પરંતુ પકડાયેલા ટ્રકના ચાલક દિલીપ ચૌધરી ધ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં ન આવતા પોલીસે તરત જ દારૂનો જથ્થો, મોબાઈલ અને રૂા. ૩.૩૦ લાખના પશુઆહારના ૧૯૭ કટ્ટા, ટ્રક સહિત અંદાજે રૂા. ૮૩.૭૧ લાખનો મુદ્દામાલ કબજે લીધા બાદ તરત જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી જેમાં પકડાયેલા દિલીપ ચૌધરીની પુછપરછ કરતા દારૂની હેરાફેરીમાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સરણુ ખરંટીયા ગામના ગણેશ લુણારામ પરીહાર અને રાજકોટમાં દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર એમ મળી બે જણા વિરૂધ્ધ નામ જોગ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે હજુ પણ આગામી દિવસોમાં કેટલાક બુટલેગરો સાબરકાંઠા-અરવલ્લી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થઇ દારૂનો જથ્થો ગુજરાતમાં વિવિધ સ્થળે મોકલવા માટે આયોજન કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ બાતમીદારોના સહારે વિગતો મેળવવા મથામણ કરી રહ્યું છે
જીલ રાવલ સાબરકાંઠા
