પ્રાંતિજ ના વેપારીને વિશ્વાસ મા લઇને ગઠીયો ૩૮૭૨૦ નો ચુનો લગાવ્યો
– ફોન કરી તેલના ૨૦ ડબ્બા સલાલ મંગાવી ગઠીયો કલાકરી ગયો
– રીક્ષા વાળાને ૧૬ ડબ્બા એક કોમ્પલેક્ષ આગળ ઉતરાવી ૪ ડબ્બા બજાર મા દુકાન આગળ ઉતારવા છે કેમ કઇ ખેલ પાડયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વેપારીને એક ગઠીયો વિશ્વાસ મા લઇને ૩૮૭૨૦ નો ચુનો લગાવી છુમતર થઈ જતા વેપારી દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી
મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે આવેલ એક તેલની દુકાન મા સલાલ થી વેપારી બોલુ છુ તેમ કહી વેપારી પાસે ભાવતાલ કરી તિરુપતિ તેલના ૨૦ ડબ્બા મોકલી આપો ત્યારે વેપારીએ એક ડબ્બા ના ૨૪૨૦ લેખે ૨૦ ડબ્બા ના ૩૮૭૨૦ રૂપિયા ગુગલપે ખાતામા મોકલી આપવાનુ કહેતા વેપારીને વિશ્વાસમા લઇને હા ખાતા મા નથી પણ રીક્ષા વાળા સાથે મોકલી આપુ છુ રોકડા તેમ કહેતા વેપારીને વિશ્વાસ મા લઇને અજાવ્યો ગઠીયો કલાકરી ગયો અને પ્રાંતિજ ના વેપારીને માલ નિકળતા પહેલા પણ બે વાર ફોન કરી રીક્ષા વાળાનો નંબર પણ માંગી લીધો હતો અને રીક્ષા ચાલક નો કોન્ટેક્ટ કરી ૧૬ ડબ્બા સલાલ તિરુપતિ કોમ્પલેક્ષ મા ગોડાઉન ઉપર ઉતારવાના છે તેમ કહી રીક્ષા વાળાને ત્યા બોલાવી બંધ દુકાન આગળ ૧૬ ડબ્બા તેલના ઉતરાવી બીજા ચાર ડબ્બા સલાલ બજાર ની અંદર દુકાન ઉપર ઉતારવાના છે તેમ કહી રીક્ષા વાળાને બજારમા મોકલી અને હુ પાછળ જ આવુ છુ તમને દુકાન ઉપર થી પેમેન્ટ આપી દઉછુ તેમ કહી રીક્ષા વાળાને પણ વિશ્વાસ મા લઇ લીધો હતો તો રીક્ષા ડ્રાઇવર બજાર મા પોહચી ગઠીયા વેપારી ને ફોન કરતા તેનો ફોન બંધ આવતા બે ત્રણ વાર ફોન કરતા બંધ આવતા જયા ડબ્બા ઉતાર્યા હતા તે તિરુપતિ કોમ્પલેક્ષમા આવતા ત્યા ડબ્બા પણ હતા નહી અને ગઠીયો વેપારી પણ નહતો અને પ્રાંતિજ તેલ ના વેપારી ને જાણ કરી હતી ત્યારે વેપારીએ પણ ફોન મારતા બંધ આવતા ખબર પડીકે કોઇ અજાવ્યો ગઠીયો વેપારી બની ફોન કરી પ્રાંતિજ ના વેપારીને વિશ્વાસ મા લઈ ને ૧૬ ડબ્બા તેલના લઇ ને ગઠીયો ફરાર થઈ ગયો હતો તો વેપારી દ્રારા શોધખોળ બાદ આ અંગે પ્રાંતિજ પોલીસ ને જાણ કરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા

