પ્રાંતિજના કમાલપુર ખાતે આખલાએ ખેડૂતને ભેટુ મારતા સારવાર હેઠળ
– પાછળથી આખલાએ હુમલો કરતા શિંગડુ આરપાર એક હાથ જેટલો ખાડો પડયો
– આંતરડા સહિત નસો બહાર આવી ગઈ
– પ્રાંતિજ , હિંમતનગર બાદ અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન પાંચ લાખ થી વધુ નો ખર્ચ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે રખડતા આખલાએ એક ખેડૂતને પાછળથી ભેટુ માળતા એક હાથ જેટલો ખાડો પડી જતા આંતરડા સહિત ની નસો બહાર આવી જતા અમદાવાદ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા
આજકાલ રખડતા પશુઓમા આખલાઓનો ત્રાસ ગુજરાતમા રોજબરોજના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમા વધુ એક કિસ્સો પ્રાંતિજના કમાલપુર રોડ ની સાઈડ મા આવેલ એક ખેતરમા આખલો ધુસી જતા ખેડૂત દ્રારા તેને દુર થી હાકતા આખલો તેવોના પાછળ દોડયો હતો અને ખેડૂત ભાગ્યા હતા પણ આખલાએ પાછળથી હુમલો કરી ભેટુ મારતા તેનુ શિંગડુ પાછળથી આગળ આરપાર ધુસી ગયુ હતુ જેને લઈ ને એક હાથ જેટલી જગ્યા થઈ જતા પેટમા રહેલ આંતરડા તથા નશો બહાર આવી ગઈ હતી તો ઇજાગ્રસ્ત મણીભાઈ મથુરભાઇ પટેલ ગ્રામજનો દ્રારા તાત્કાલિક પ્રાંતિજ સિવિલ અને ત્યાંથી હિંમતનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા હતા અને ત્યા તેવોની સારવાર કરવામા આવી રહી છે તો અમદાવાદ હોસ્પિટલ મા સારવાર દરમ્યાન ખેડૂત ને અંદાજે પાંચ લાખ થી વધુ નો ખર્ચ થયો હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે ત્યારે કમાલપુર નેશનલ હાઇવે-૪૮ ઉપર રખડતા આખલાએ અનેકવાર અકસ્માતો સર્જાયા છે ત્યારે પ્રાંતિજ નગરમા પણ ગાયો તથા રખડતા આખલાઓનો ત્રાસ વધ્યો છે પણ પ્રાંતિજ પાલિકા દ્રારા આવીજ કઇ ધટના બને કે કોઇ નો જીવ જાય તેવી તેની રાહ જોવાતી હોય તેમ હાલતો પ્રાંતિજ પાલિકા દ્રારા રખડતી ગાયો તથા આખલાઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કે એક્શન લેવામા ના આવતા પ્રાંતિજ ખાતે આવીજ ધટના બને તો નવાઇ નહી
જીલ રાવલ સાબરકાંઠા

