-copy15.jpg?w=1110&ssl=1)
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી છેલ્લાં કેટલાંક સમયથી E-20 પેટ્રોલ વિવાદમાં તેમના પર લાગેલી રહેલા આરોપોથી અકળાયા છે. તાજેતરમાં તેમણે એવું કહ્યુ હતું કે, મારી સામે સોશિયલ મીડિયામાં રાજકીય પ્રેરિત પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હવે નાગપુરમાં પણ તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
પારંપારિક પેટ્રોલમાં ઇથેનોલ બ્લેંડેડ ફ્યુઅલ 20 ટકા મિશ્રણ કરવામાં આવે છે જેને કારણે ગડકરી પર તેમના પુત્ર નિખિલ ગડકરીને ફાયદો કરાવવાના આરોપ લાગતા રહે છે અને E-20 પેટ્રોલને કારણે વાહનની ટાંકી ખરાબ થવી અને એવરેજ ઘટવાની પણ ચર્ચા ચાલે છે.
ગડકરીએ કહ્યું કે મારા મગજની કિંમત દર મહિને 200 કરોડ રૂપિયા છે. મતલબ તેમનું મગજ દર મહિને 200 કરોડની કમાણી કરી શકે એટલું પાવરફુલ છે.