fbpx

કરોડોની રોકડ, 6 પ્લોટ્સ અને…, એન્જિનિયરના ઘરે ACBના દરોડા, મળ્યો નોટોનો ખજાનો

Spread the love
કરોડોની રોકડ, 6 પ્લોટ્સ અને..., એન્જિનિયરના ઘરે ACBના દરોડા, મળ્યો નોટોનો ખજાનો

તેલંગાણાના હૈદરાબાદમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ TGSPDCLના આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર (ADE) આંબેડકર એરુગુ સામે આવકથી વધુ સંપત્તિનો કેસ નોંધ્યો છે. ACBના દરોડા દરમિયાન તેના અને તેના સંબંધીઓના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. ACB ટીમના દરોડામાં 2.18 કરોડ રૂપિયાની રોકડ, એક ફ્લેટ, G+5 બિલ્ડિંગ, 10 એકર જમીન પર એક કંપની, 6 પ્લોટ, ખેતીની જમીનના કાગળો મળ્યા છે. સાથે જ, 2 ફોર વ્હિલર્સ સોનાના ઘરેણાં અને બેંકમાં જમા કરાયેલા પૈસા મળી આવ્યા છે.

અધિકારીઓએ કહ્યું હતું કે, ‘તપાસમાં જાણવા મળ્યું છે કે એન્જિનિયરે પોતાના પદનો દુરુપયોગ કરીને આ જંગમ અને સ્થાવર સંપત્તિઓ બનાવી છે. સંપત્તિનું બજાર મૂલ્ય તેના સત્તાવાર મૂલ્ય કરતા ખૂબ વધારે છે. આરોપી એન્જિનિયરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

ACB-Raid2

તમને જણાવી દઈએ કે એક મહિના કરતા ઓછા સમયમાં ACB દ્વારા પકડાયેલ આવકથી વધુ સંપત્તિનો આ બીજો મોટો કેસ છે. 19 ઓગસ્ટના રોજ, ACBએ એક મામલતદાર પર દરોડા દરમિયાન 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ શોધી કાઢી હતી. અધિકારીઓએ વારંગલ જિલ્લાના વારંગલ ફોર્ટ મંડલના મામલતદાર બાંદી નાગેશ્વર રાવ સાથે સંબંધિત સાત સ્થળોએ તપાસ કરી હતી.

તો 9 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં એક મહિલા ટાઉન પ્લાનિંગ ઓફિસરને સરકારી કામ માટે 4 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડવામાં આવી હતી. ACBએ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનિહારિકાને નરસિંગી મ્યુનિસિપાલિટી ઓફિસમાં લાંચ લેતા રંગે હાથે પકડી હતી. તેમણે જમીન નિયમન યોજના (LRS) હેઠળ તેમની અરજી મંજૂર કરવા માટે વિનોદ નામના વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. તે 4 લાખ રૂપિયા લેતા પકડાઈ હતી. વિનોદે ACBમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ACBએ છટકું ગોઠવ્યું અને અધિકારીને રંગે હાથે પકડી હતી.

error: Content is protected !!