fbpx

20 રૂ.ની ખાંસીની દવા 100ની વેચાય છે! મેડિકલવાળા આના પર કેટલી કમાણી કરે છે?

Spread the love
20 રૂ.ની ખાંસીની દવા 100ની વેચાય છે! મેડિકલવાળા આના પર કેટલી કમાણી કરે છે?

સામાન્ય લોકોને દવાઓની વાસ્તવિક કિંમત અને તેના પર મળતા નફા વિશે ભાગ્યે જ ખબર હોય છે. તમે અને હું 100 રૂપિયામાં જે દવાની પત્તી ખરીદીએ છીએ, તે જાણીને તમને આશ્ચર્ય થશે કે, તે જ દવા મેડિકલ સ્ટોરના માલિકને કેટલી કિંમતમાં પડે છે અને તેમાં કેટલું માર્જિન ઉમેરવામાં આવે છે. આનો જવાબ જાણવા માટે, અમે એક દવા વિતરક અનિશ સાથે વાત કરી. અનિશે વિગતવાર સમજાવ્યું કે, દવાઓ વેચવા પર કેટલું માર્જિન મળે છે. તો ચાલો, અમે તમને પણ જણાવી દઈએ.

જ્યારે અમે અનિશને પૂછ્યું કે મેડિકલ સ્ટોરવાળા દવાઓ પર કેટલો નફો કરે છે, ત્યારે તેણે કહ્યું કે, દવાઓમાં નફાનું માર્જિન કંપનીઓ, દવાના પ્રકાર અને ઘણી જગ્યાએ જે તે સ્થળ પર આધાર રાખે છે. આમ મુખ્યત્વે જોવા જઈએ તો, દવાઓનો નફાનું માર્જિન 4-5 પ્રકારના હોય છે.

સૌ પ્રથમ, ફાર્મા શ્રેણીની દવાઓમાં 20 થી 30 ટકા માર્જિન હોય છે. તેમાં ઓછામાં ઓછું વીસ ટકા તો હોય જ છે. આ શ્રેણીમાં, તબીબી પ્રતિનિધિ (MR) ડૉક્ટરને દવા વિશે સલાહ આપે છે અને તે મુજબ જે દવાઓ વેચાતી હોય છે તે દવાઓ વીસથી પાંત્રીસ ટકા સુધીનો માર્જિન મળી જતો હોય છે.

Medical Store

બીજા પ્રકારની દવાઓ જેનેરિક હોય છે. જેનેરિક દવાઓમાં નફાનું પ્રમાણ વધારે હોય છે. છૂટક વેપારી પોતે પોતાના સ્ટોરમાંથી જેનેરિક દવાઓ વેચવાનો પ્રયાસ કરે છે અથવા ગ્રાહકને વેચે છે. છૂટક વેપારીઓ આવી દવાઓ વેચીને 50 થી 75 ટકા નફો કમાય છે.

આ ઉપરાંત, ત્રીજી શ્રેણી વ્યક્તિગત એકાધિકાર ધરાવતી કંપનીઓ છે. આમાં, ડૉક્ટરોને તે દવાઓની ભલામણ કરવાનું કહેવામાં આવે છે, જેમાં ડૉક્ટરનું કમિશન પણ શામેલ હોઈ શકે છે. આવી દવાઓનો નફો 30 થી 35 ટકા હોય છે. આમાં સામગ્રીની ટકાવારી થોડી ઓછી હોય છે.

આ ઉપરાંત, કેટલીક દવાઓ એવી છે, જે વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં વપરાતી સામગ્રી ફક્ત 90 ટકા સુધીની હોય છે અને આવી દવાઓમાં 90 ટકા સુધીની બચત થાય છે.

Medical Store

હકીકતમાં, દવાઓમાં સામગ્રીના ઉપયોગ માટે માપદંડ 90 થી 110 ટકા જેટલો હોય છે. ઘણી કંપનીઓ દવાઓમાં 90 ટકા સુધીની સામગ્રીનો ઉપયોગ કરે છે, જે છૂટક વેપારીઓને ખૂબ જ ઓછી કિંમતે મળે છે. જેનેરિકમાં 100 ટકા સુધીની સામગ્રી હોય છે. સરકારી નિયમો જણાવે છે કે, દવા 90 ટકાથી ઓછી અથવા 110 ટકાથી વધુ ન હોઈ શકે. મતલબ કે, જો 90 ટકામાં પણ સામગ્રી સંપૂર્ણપણે હાજર હોય, તો દવા શુદ્ધ માનવામાં આવશે.

આ જ કારણ છે કે, ઘણી દવા કંપનીઓ વધુ નફો કમાય છે, કારણ કે તેઓ દવામાં ઓછામાં ઓછી માત્રામાં સામગ્રી ઉમેરે છે. બીજી તરફ, મોટી કંપનીઓ દવાઓમાં સારી માત્રામાં સામગ્રી ઉમેરે છે. આવી સ્થિતિમાં, કેટલીક કંપનીઓ તેમની દવાઓમાં 90 ટકા સુધીનો નફો મેળવે છે. ધારો કે જો દવા 100 રૂપિયાની હોય, તો એક મોટી ફાર્મા કંપની તેને 65 રૂપિયામાં બનાવશે. બીજી તરફ, જેનેરિક દવા 25 રૂપિયામાં બનીને તૈયાર થઇ જશે.

અનીશ કહે છે કે, ઉધરસની જેનેરિક દવા 8 રૂપિયામાં બનીને તૈયાર થાય છે અને દુકાનદારો તેને 20થી 30 રૂપિયામાં મેળવે છે. હવે તેની MRP 80-100 રૂપિયા કે તેથી વધુ હોય છે અને આવી સ્થિતિમાં, તેમાં સારો એવો નફો મળી જતો હોય છે.

error: Content is protected !!