
સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પોતાના ચેરમેન તુહિન કાંત ભાંડેને મુંબઇનો પોશ વિસ્તારમાં લકઝરી એપાર્ટમેન્ટ લીઝ પર આપ્યું છે. જેનું દર મહિને 7 લાખ રૂપિયા ભાડું છે અને 42 લાખ રૂપિયા ડિપોઝીટ ચૂકવવામાં આવી છે. ભાડાની ડિપોઝીટની ચૂકવણી સેબી કરશે.,
એ વાત ચર્ચાનો વિષય બની છે કે સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેનો જે પગાર છે તેના કરતા 3 ગણું વધારે ભાડું સેબી ચુકવશે. મુબઇના પ્રભાદેવીમાં રૂસ્તમજી ક્રાઇન એપાર્ટમેન્ટના 51માં માળે તુહિન કાંત પાંડે 3 વર્ષ માટે લીઝ પર રહેશે અને આ ફલેટ 5 BHKનો છે. 3000 સ્કેવર ફુટ વિસ્તારમાં ફેલાયેલો છે.
કેન્દ્ર સરકારના સચિવ કક્ષાનાસમકક્ષ અધિકારીનો વધારેમાં વધારે પગાર 2.25 લાખ રૂપિયા હોય છે.

