fbpx

સરદાર સન્માન યાત્રા સમાપનમાં નરેશ પટેલનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું

Spread the love
સરદાર સન્માન યાત્રા સમાપનમાં નરેશ પટેલનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું

સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં થયું અને આ પ્રસંગે રાજવી પરિવાર સહિતના અનેક આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર હતા તેમણે એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું છે.

સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની કર્મ ભૂમિ બારડોલીથી શરૂ થઇ હતી અને કુલ 1800 કિ.મી ફરીને મંગળવારે સોમનાથ મહાદેવ પહોંચી હતી.

આ પ્રસંગે નરેશ પટેલે કહ્યુ કે, કનૈયાલાલ મુન્શી કહેતા કે સરદાર ન હતે તો સોમનાથ ન હતે. તો આ વિશે હું કહીશ કે, સરદાર સાહેબને જામસાહેવનો સાથ ન મળ્યો હતે તો સોમનાથનો જિર્ણોદ્રાર શક્ય ન બનતે.

જામનગરના યુવરાજ અને પૂર્વ ક્રિક્રેટર અજય જાડેજાએ કહ્યું કે, જો સોમનાથ દાદા જ નહોત તો આપણે પણ નહી હતે.

error: Content is protected !!