fbpx

આસારામના હજુ પણ અંધભક્તો છે, સિવિલમાં ફોટો મુકીને આરતી-પૂજા કરી, ડોક્ટર હાજર

Spread the love
આસારામના હજુ પણ અંધભક્તો છે, સિવિલમાં ફોટો મુકીને આરતી-પૂજા કરી, ડોક્ટર હાજર

દુષ્કર્મની આજીવન સજા ભોગવી રહેલા આસારામનો હજુ પણ અંધ ભક્તો છે.22 સપ્ટેમ્બરે દેશભરમાં મા શક્તિની આરાધનાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી એ દિવસે સુરતની હોસ્પિટલમાં કેટલાંક લોકોએ આસારામની તસ્વીર મુકીને પૂજા- આરતી કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નવાઇની વાત એ છે કે, જ્યારે આસારામની તસ્વીર પર પૂજા આરતી થઇ રહી હતી ત્યારે સિવિલના સિનિયર ડોકટર જિગિશા પાટડીયા અને કેટલીક નર્સો પણ હાજર હતી. આ બધાએ ભેગા થઇને ભજન પણ ગાયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલમાં સરકારની જગ્યા પર આસારામની ભક્તિ કરવામાં આવી જે સરકારે જ આસારામને જેલમાં પુરેલો છે.

સિવિલ સુપ્રિન્ટેડન્ટ ધારિત્રી પરમારને જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેઓ રજા પર છે અને સુરતની બહાર છે. આ ઘટના વિશે તેમને કોઇ જાણકારી નથી અને કોઇ પરવાનગી પણ માંગવામાં આવી નથી.

error: Content is protected !!