
છેલ્લાં 4 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા જ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા તેને કારણે ગુજરાતના રાજકારણમાં કઇંક મોટું થવાની ચર્ચા શરૂ થઇ છે. PM મોદી અને અમિત શાહે આખા ગુજરાતના ઘમરોળી નાંખ્યું છે.
પ્રધાનમંત્રી મોદી 20મીએ ભાવનગર અને અમદાવાદ આવ્યા તેના બીજા દિવસે એટલે કે 21મીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરત આવ્યા અને સુરતમાં તેમણે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના ઘરે મુલાકાત કરી હતી.
સુરત સર્કીટ હાઉસમાં શાહે બંધ બારણે બેઠકો કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને સર્કીટ હાઉસમાં મળવા આવ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે અડધો કલાકની બેઠક થઇ હતી. એ પછી અમિત શાહે રાજકોટમાં ધારાસભ્યો સાથે વન-ટૂ વન બેઠક કરી હતી.
