-copy22.jpg?w=1110&ssl=1)
આખરે વડોદરાની જેલમાં 80 દિવસથી બંધ રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપી દીધા છે. બુધવારે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વડોદરા જેલમાંથી બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો તેમના વધામણા માટે હાજર રહ્યા હતા.
જેલમાંથી બહાર આવતાની સાથે ચૈતરે કહ્યુ કે, કેટલાંક IPS અધિકારીઓ અને ભાજપ નેતાઓએ મને ખોટા કેસમાં ફસાવી દીધો હતો. એ મહિલાને હું એક પણ શબ્દ બોલ્યો નહોતો. વસાવાએ કહ્યું કે, હું મુદ્દાને લઇને લડત આપું છે તે ભાજપ નેતાઓને પસંદ નથી.
5 જુલાઇએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડમા આદિવાસી વિકાસ કચેરીમાં બેઠક મળી હતી ત્યારે ચૈતર પર ભાજપના નેતા સંજય વસાવા પર હુમલો કરવાનો અને ભાજપના મહિલા નેતાને અપશબ્દો કહેવાનો આરોપ હતો.
