fbpx

72 વર્ષનો વરરાજા, 27ની કન્યા.., 4 વર્ષ લિવ-ઇનમાં રહ્યા, હવે જોધપુરમાં વિદેશી કપલે કર્યા લગ્ન

Spread the love
72 વર્ષનો વરરાજા, 27ની કન્યા.., 4 વર્ષ લિવ-ઇનમાં રહ્યા, હવે જોધપુરમાં વિદેશી કપલે કર્યા લગ્ન

રાજસ્થાનનું જોધપુર ફરી એક વખત વિદેશી મહેમાના શાહી લગ્નનું સાક્ષી બન્યું. આ વખત ભારતીય પરંપરાઓથી પ્રેરિત એક યુક્રેનિયન દંપતીએ હિન્દુ વૈદિક વિધિ-વિધાનો અનુસાર સાત ફેરા લીધા. આ દંપતી છેલ્લા 3-4 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતું હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રભાવિત થયા બાદ તેમણે પરંપરાગત લગ્ન કરવાનો નિર્ણય લીધો.

72 વર્ષીય વરરાજા સ્ટેનિસ્લાવ અને 27 વર્ષીય કન્યા એનહેલિના પહેલી વખત ભારત આવ્યા હતા. તેઓ ભારતીય રીત-રિવાજો અને પરંપરાઓથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જયપુર, ઉદયપુર અને જોધપુરમાંથી સૂર્યનગરી જોધપુરને તેમના લગ્ન માટે પસંદ કર્યું. યુગલના લગ્નનું કો-ઓર્ડિનેટ કરનારી કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું હતું કે, કન્યા એનહેલિના ભારતીય રીત-રિવાજો અને પરંપરાઓથી ખૂબ પ્રભાવિત હતી, એટલે તેમણે દરેક પરંપરાનું પાલન કર્યું.

marriage

બુધવારે જોધપુર પહોંચ્યા બાદ લગ્નના રીત-રિવાજો શરૂ થયા. વરરાજા ઘોડા પર સવાર થઈને શાહી અચકન, પાઘડી અને કલંગી પહેરીને જાન લઈને આવ્યો. શહેરના ખાસ બાગમાં પરંપરાગત રીતે વરરાજાને ચાંદલો કરવામાં આવ્યો. લગ્ન સમારોહ બાદ વરમાળા પહેરાવાઈ અને પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સાત ફેરા લઈને લગ્ન પૂર્ણ થયા. વરરાજાએ કન્યાને મંગળસૂત્ર પહેરાવ્યું અને તેના સેન્થામાં સિંદૂર ભર્યું. ભારતીય પોશાક પહેરીના આ દંપતીએ લગ્નની બધી વિધિઓ પૂરી કરી અને સંગીત પર ડાન્સ કર્યો.

marriage2

જોધપુર હંમેશા વિદેશી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહ્યું છે. અહીંની સ્થાપત્ય કળા, મેહરાનગઢ કિલ્લો અને રંગીન બજારો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે ઘણા વિદેશીઓ અહીં લગ્ન કરવાનું પસંદ કરે છે. આ અગાઉ પણ, અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ઉમેદ ભવનમાં લગ્ન કરીને જોધપુરને ચર્ચામાં લાવી દીધું હતું. કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું હતું કે યુક્રેનથી આવેલા આ દંપતીએ ભારતીય લગ્ન પરંપરાઓને ખૂબ જ આત્મીયતા સાથે અપનાવી જે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની તેમની ગાઢ આસ્થા દેખાઈ.

error: Content is protected !!