fbpx

પ્રાંતિજ ખાતે ‘એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન’ અંતર્ગત જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્ર્મ યોજાયો હતો.

Spread the love

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ‘એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન’ અંતર્ગત જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્ર્મ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૪ થી ભારતને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી છે. જેની ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત સ્વચ્છોત્સવ વડાપ્રધાનના જન્મ દિવસ તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયું છે જે રાજ્યમાં ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. આમ, જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી એ પોતે હાથમાં ઝાડુ લઈ દેશને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. ત્યારે આપણે સૌ આ સ્વચ્છતાના મહા અભિયાનમાં જોડાઈ આપણા આસપાસના વિસ્તારોને ગલી, મહોલ્લા વગેરેને સાફ રાખી દેશને સ્વચ્છ બનાવવા સહભાગી બનીએ. સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા તેમજ આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા, એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા, તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ઉપસ્થિતોને અપીલ કરી હતી.

આ પ્રસંગે મહાનુભવોના હસ્તે સફાઈ કર્મીઓનું સફાઈ કીટ આપી સન્માન કરાયું તેમજ તેમના સારા આરોગ્ય માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, પ્રાંતિજ પ્રાંત સુશ્રી આયુષી જૈન (આઈ. એ.એસ), નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતા પડિયા,પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, સફાઈ કર્મચારીઓ, નગરજનો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!