
થોડાક વખત પહેલા જ રાજસ્થાનમાં 2021ની સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ થઇ હતી, આ પરીક્ષા રદ થવાથી ઘણા યુવકોના લગ્ન અને સગાઈ તૂટી જવાના સમાચાર છે, આના કારણે સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ ફેલાઈ રહ્યા છે. પરંતુ અહીં તેને લગતી જ એક પોસ્ટ આ દરમિયાન ખુબ ચર્ચામાં આવી છે, આ છે રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડના ચેરમેન આલોક રાજની એક પોસ્ટ, જે હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓએ એક યુવકને એક અનોખી સલાહ આપી છે.

રાજસ્થાનમાં તાજેતરમાં 2021ની સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ થવાથી ઘણા યુવાનોના લગ્ન અને સગાઈ તૂટી જવા પામ્યા છે. આના કારણે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના રમૂજી રીલ્સ અને મીમ્સ વાયરલ થયા છે, જેને લોકો ખુબ મજા લઈને વાંચી રહ્યા છે, અને આનંદ લઇ રહ્યા છે. આ દરમિયાન, રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડના ચેરમેન આલોક રાજની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં બની રહી છે. તેમાં, તેમણે એક યુવક સાથે ચેટ કરતી વખતે એક અનોખી સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, જો કોઈ છોકરી તમારી નોકરીને કારણે તમારી સાથે લગ્ન કરવા માંગે છે, તો સમયને ઓળખીને તેનાથી જલ્દી છુટકારો મેળવી દો, નહીં તો તે તમને પછીથી કોઈપણ કારણસર છોડી દેશે.

હકીકતમાં, સ્ટાફ સિલેક્શન બોર્ડના ચેરમેન આલોક રાજ અને ચેતન નામના ઉમેદવાર વચ્ચે ટ્વિટ દ્વારા સોશિયલ મીડિયા પર વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન, આલોક રાજે ચેતનને આ અનોખી સલાહ આપી હતી. તેમણે લખ્યું કે, જો કોઈ છોકરી તમારી નોકરીને કારણે તમારી સાથે લગ્ન કરી રહી છે અને પરિણામ નહીં આવતા જ તમને છોડી દેશે, તો તે વધારે સારું હશે કે, તમે સમયને ઓળખીને પહેલા જ તેને છોડી દો, નહીં તો પાછળથી તે તમને કોઈ કારણસર છોડી શકે છે. લગ્નના સપના ઘણા સુંદર હોય છે, પરંતુ તે વાસ્તવિકતાથી ઘણા દૂર પણ હોય છે. હવે, બંને વચ્ચેની આ વાતચીત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી છે.

આ અગાઉ, ચેતન નામના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘સાહેબ, કૃપા કરીને સોમવાર સુધીમાં બાકીના જુનિયર ઇન્સ્ટ્રક્ટરના પરિણામો જાહેર કરી દો. તમારા આશીર્વાદથી, મારા લગ્નનું કશેક ગોઠવાઈ જશે.’ આના પર આલોક રાજે જવાબ આપ્યો, ‘ચેતન, તમે તમારા જીવનનો આનંદ માણી લો. લગ્નના સપના ઘણા સુંદર હોય છે, પરંતુ તે વાસ્તવિકતાથી ઘણા દૂર પણ હોય છે. મને લાગે છે કે તમે પણ, બીજા બધાની જેમ, લગ્નના લાડુ ખાઈને પછી પસ્તાવો કરવા માંગો છો. ચાલો જે હોય તે, અમે તમને તમારું પરિણામ ખૂબ જ જલ્દી આપીશું, પરંતુ જ્યારે તમે તમારા જીવનસાથીની પસંદગી કરો છો, ત્યારે બાહ્ય સુંદરતાને બદલે આંતરિક મૂલ્યને વધુ મહત્વ આપશો.’
