
કેન્દ્રીય રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના અનેક નિવેદનો ચર્ચાના વિષય બનતા હોય છે. તેમણે તાજેતરમાં નાગપુરના એક કાર્યક્રમમાં બ્રાહ્મણો વિશે જે નિવેદન આપ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.
ગડકરીએ કહ્યું કે, હું પોતે બ્રાહ્મણ છુ અને પરમેશ્વરે અમને કોઇ મોટી ભેટ આપી હોય તો એ છે કે અમને અનામત નથી મળ્યું.
ગડકરીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોનું મહત્વ નથી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં તમે જુઓ તો બ્રાહ્મણો ત્યાં શક્તિશાળી છે અને તેમનો ખાસ્સો દબદબો છે. હું ઘણી વખત જાઉં ત્યારે જોવું છે કે ત્યાં ત્રિપાઠી, દુબે, મિશ્રા જેવા બ્રાહ્મણોનું ખાસ્સું મહત્ત્વ હોય છે. જો કે તેમણે કહ્યું કે, હું કોઈ જાત-પાત ધર્મમાં માનતો નથી.
