fbpx

મુખ્યમંત્રીએ Wiproના ફાઉન્ડર પાસે એક રોડ ઉધાર માંગ્યો

Spread the love
મુખ્યમંત્રીએ Wiproના ફાઉન્ડર પાસે એક રોડ ઉધાર માંગ્યો

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીને એક ખાસ અપીલ કરી છે. CM સિદ્ધારમૈયાએ ઉદ્યોગપતિને વિનંતી કરી છે કે, તેઓ આઉટર રિંગ રોડ પર ટ્રાફિક ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે બેંગલુરુમાં કંપની પરિસરના રસ્તા પરથી મર્યાદિત વાહનોને અવરજવર કરવા માટે મંજૂરી આપે.

CM સિદ્ધારમૈયાએ 19 સપ્ટેમ્બરના રોજ લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, ‘ટ્રાફિક અને શહેરના આવવા અને જવાના રસ્તા પર ભારે ટ્રાફિક અંગે નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલું પ્રાથમિક મૂલ્યાંકન એવું સૂચવે છે કે, આવા પગલાથી ORRની આસપાસના વિસ્તારોમાં ભીડ લગભગ 30 ટકા ઓછી થઈ શકે છે, ખાસ કરીને પીક ઓફિસ અવર્સ દરમિયાન તેમાં ઘટાડો થઇ શકે છે.’

CM-Siddaramaiah2

વાહનોની વધારે અવર-જવર થવાથી થનારી અસર તરફ ધ્યાન દોરતા CM સિદ્ધારમૈયાએ કહ્યું, ‘પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકને કારણે ગતિશીલતા, ઉત્પાદકતા અને શહેરી જીવનની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થાય છે.’ વિપ્રોના સમર્થનને મહત્વપૂર્ણ ગણાવતા, CM સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ પહેલ ‘ભારે ટ્રાફિકની ભીડ ઘટાડવા, મુસાફરોના અનુભવને વધુ સારો કરવા અને સ્થિતિસ્થાપક અને રહેવા યોગ્ય બેંગલુરુમાં ફાળો આપવા માટે તમારો સહયોગ અમને ખૂબ મદદ કરશે.’

તેમણે કંપનીને વિનંતી કરી છે કે તેઓ સરકારી અધિકારીઓ સાથે મળીને શક્ય તેટલી વહેલી તકે સર્વસંમતિ બનાવવા અને એક યોજના તૈયાર કરે.

આ દરખાસ્ત આઉટર રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ અંગે મુસાફરો અને નાગરિક સમાજ જૂથો દ્વારા વારંવાર કરવામાં આવેલી ચિંતા પછી રજૂ કરવામાં આવી છે, આ રસ્તો શહેરના IT હબ માટે એક મહત્વપૂર્ણ કોરિડોર છે. હાલમાં જ, લોજિસ્ટિક્સ ટેકનોલોજી કંપની બ્લેકબકના સહ-સ્થાપકએ જાહેરાત કરી હતી કે, તેઓ રસ્તાઓની ખરાબ હાલતને કારણે બેલંદુરમાં રહેલી તેમની ઓફિસ ખાલી કરશે.

CM-Siddaramaiah,-Azim-Premji

બ્લેકબકના CEO રાજેશ યાબાજીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આઉટર રિંગ રોડ તેના ‘ખાડા અને ધૂળવાળા રસ્તાઓ માટે જાણીતો છે, અને તેને સુધારવાની કોઈ વાસ્તવિક ઇચ્છા દેખાતી નથી.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ પરિસ્થિતિમાં સુધારો થવાની કોઈ અપેક્ષા રાખતા નથી.

આ જાહેરાતથી કર્ણાટક સરકાર દ્વારા નાગરિકને નડતી સમસ્યાઓને સુધારવાના કર્યો અંગે વ્યાપક ચર્ચા અને ટીકા થઈ. કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના ભૂતપૂર્વ CM HD કુમારસ્વામીએ વહીવટીતંત્ર પર બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને બેંગલુરુને ‘ખાડાઓનું શહેર’ ગણાવ્યું. તેમણે દાવો કર્યો કે, ઉદ્યોગો વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને તેઓ પડોશી રાજ્યો તરફ જઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારે વિકાસની અવગણના કરીને કન્નડીઓના ગૌરવનું અપમાન કર્યું છે.

Azim-Premji4

આ ટિપ્પણી પછી, શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ અંગેની ચિંતાઓને દૂર કરવા માટે રાજ્ય સરકાર પર દબાણ વધી ગયું છે. પોતાના રેકોર્ડનો બચાવ કરતા, DyCM અને બેંગલુરુ વિકાસ મંત્રી DK શિવકુમારે કહ્યું કે, તેમણે કોન્ટ્રાક્ટરોને ખાડાને સરખા કરવા માટે નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.

તેમણે શહેરમાં રસ્તાના સમારકામ અને બાંધકામ માટે રૂ. 1100 કરોડની જાહેરાત પણ કરી. તેમણે કહ્યું, ‘અમારું લક્ષ્ય સ્વચ્છ બેંગલુરુ અને સરળ ટ્રાફિક પ્રવાહ છે, તેથી GBA એ ખાતરી કરશે કે, શક્ય તેટલી વહેલી તકે ખાડાને સરખા કરી નાંખવામાં આવે.’

error: Content is protected !!