fbpx

પ્રાંતિજ બાલમંદિર ખાતે નવરાત્રી ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ બાલમંદિર ખાતે નવરાત્રી ની ઉજવણી કરવામા આવી
આરતી , પ્રસાદ ગરબા સહિત ના કાર્યક્રમ યોજાયા

  • વાલીઓએ પણ ગરબાની રમઝટ બોલાવી
  • બાળકો તથા વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ એમ.કે. જોષી બાલમંદિર ખાતે નવરાત્રી ની ઉજવણી કરવામા આવી

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમા આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી એમ.કે.જોષી બાલમંદિર ખાતે નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી જેમા નર્સરી , જૂનિયર , સિનિયર મા અભ્યાસ કરતા બાળકીની સાથે વાલીઓએ પણ ગરબાની રમઝટ બોલાવી હતી જેમા ટ્રેડિશનલ ડ્રેસ , ગરબા એક્શન , ગરબા શણગાર અને આરતી પ્રસાદ નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો વાલીઓ તથા વિધાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ આયોજન સંસ્થાના મંત્રી રઇશભાઇ કસ્બાતી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તો આ પ્રસંગે રઇશભાઇ કસ્બાતી , જયતિભાઇ પટેલ , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ શાળા ના આચાર્ય ઓ , વાલીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા તો બાલમંદિર ના આચાર્ય મંદાબેન જોષી તેમજ સમગ્ર સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!