fbpx

પ્રાંતિજ ના દલપુર ઓવરબ્રીજ પાસેથી જિલ્લા એલસીબીએ ૯૧,૬૮૦ નો વિદેશીદારૂ ઝડપી પાડયો

Spread the love

પ્રાંતિજ ના દલપુર ઓવરબ્રીજ પાસેથી જિલ્લા એલસીબીએ ૯૧,૬૮૦ નો વિદેશીદારૂ ઝડપી પાડયો
– વિદેશીદારૂ સાથે છ ની અટકાયત કરી
– થેલામા ભરીને વિદેશીદારૂ અમદાવાદ પોહચાડવા નો હતો
– રાજસ્થાન ના ઉદેપુર થી દારૂ અમદાવાદ પોહચાડવા નો હતો
– વિદેશીદારૂ , મોબાઈલ સહિત કુલ-૧,૦૭,૧૮૦ નો મુદ્દામાલ ઝપ્ત કર્યો
– સાત સામે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલપુર ઓવરબ્રીજ પાસે થી થેલાઓમા ભરીને અમદાવાદ ખાતે લઇ જવાતો વિદેશી સાથે જિલ્લા એલસીબીએ છ ની અટકાયત કરી


હિંમતનગર જિલ્લા એલસીબી  પ્રાંતિજ વિસ્તાર માં પેટ્રોલિંગ મા હતી તે દરમ્યાન તેવોને બાતમી મળી કે રાજસ્થાન ના કેટલાક ઇસમો હિંમતનગર થી અમદાવાદ રોડ ઉપર આવેલ પ્રાંતિજ ના દલપુર ઓવરબ્રીજ ચડતા છેડે થેલાઓમા ગેરકાયદેસર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી ઉભા છે અને અમદાવાદ તરફ જઈ રહ્યા છે તે બાતમી ને લઈ ને જિલ્લા એલસીબી દ્રારા બાતમી વાળી જગ્યાએ આવી થેલાસાથે ઉભેલ ઇસમોને કોર્ડન કરી તેવોની પાસે રહેલ થેલાઓમા તપાસ કરતા પુછપરછ કરતા ઇગ્લીશ દારૂ બીયર થેલામાંથી મળી આવતા તેવોની કડક પૂછપરછ કરતા રાજસ્થાન-ઉદેપુર થી અલગ-અલગ ઇગ્લીશ દારૂના ઠેકા ઉપરથી ઇગ્લીશ દારૂ/બીયર ખરીદી કરી છએ જણા અલગ-અલગ થેલાઓમા ભરી ટ્રાવેલ્સ મા બેસી ગુજરાત ચીલોડા-અમદાવાદ નરોડા તથા ગલેક્ષી ખાતે અવરનવર આવતા હોવાએ છીએ અને અમે પણ અમદાવાદ ગેલેક્સી પાસે રાજુભાઇ સક્સેના આપવાનો હોય નિકળ્યા હતા જે દરમ્યાન જિલ્લા એલસીબીએ બાતમી ના આધારે છ ઇસમો ને ૯૧ ,૬૮૦ ના વિદેશી દારૂ , ૪ મોબાઈલ જેની કિંમત-૧૫,૫૦૦ મળી કુલ-૧,૦૭,૧૮૦ ના મુદામાલ સાથે આનંદ રમેશચંન્દ્ર નંદલાલ ડામોર રહે.બદલા અમરલાઈ  તા.ખેરવાડા જિ,ઉદેપુર , યકીન નારાયણલાલ રામજી મીણા રહે.મીઠી મહુડી નીચલા ફળા ,  તા.ખેરવાડા જિ.ઉદેપુર , અનીલ નારાયણ ખેમાજી ડામોર રહે.અસોડાવાડા કાળાધરા તા.ખરેવાડા જિ.ઉદેપુર , દિવ્યાંશુ કાલુલાલ લક્ષ્મણ મીણા રહે.જવાસ સામેતર મેનાત ફળા તા.ખેરવાડા, જિ.ઉદેપુર , અનીલ કુમાર બસંતીલાલ અણદા પરમાર મીણા રહે.સરેરા સકારી ફલા તા.ખેરવાડા જિ.ઉદેપુર , અશોક કમલેશ ધીરાજી મીણા રહે.રોબીયા હિરોત ફળા તા.ખેરવાડા જિ.ઉદેપુર  ને ઝડપી પાડયા હતા તો અમદાવાદ નો ઇસમ રાજુભાઇ સક્સેના  સહિત કુલ સાત વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!