
અમને ખૂબ દુઃખ છે કે અમારી કોક ઓવન પ્રોજેક્ટ સાઇટ, જે અમારા કોન્ટ્રાકટર ITD સિમેન્ટેશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે, ત્યાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું છે. કોન્ટ્રાકટર દ્વારા સંચાલિત ટાવર ક્રેન તૂટી પડતાં ITD સિમેન્ટેશનના એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને અન્ય ત્રણ કર્મચારીઓ ઇજા પામ્યા છે. તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
આ દુઃખદ ક્ષણે અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સમર્થન આપીએ છે. અમે ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેની ખાતરી કરી રહ્યા છીએ. અમે તમામ સત્તાધીશ સંસ્થાઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ. આ નિવેદન AM/NS Indiaના પ્રવક્તાએ એક યાદીમાં જણાવ્યું હતું.
